Palak Chakli Recipe: ઘરે બનાવો ચા-કોફી સાથે ખાવા માટે ક્રિસ્પી અને હેલ્ધી પાલક ચકરી,જાણો રેસીપી

સાંજના નાસ્તામાં કંઈક હેલ્ધી અને ક્રિસ્પી ખાવું છે? ટ્રાય કરો આ પાલક ચકરી રેસીપી! આયર્ન અને વિટામિન્સથી ભરપૂર પાલક અને ચોખાના લોટમાંથી બનેલી આ ગ્લૂટેન ફ્રી ચકરી (મુરુક્કુ) ચા-કોફી

By: Dimpal GhoyalEdited By: Dimpal Ghoyal Publish Date: Mon 13 Apr 2026 11:16 AM (IST)Updated: Mon 13 Apr 2026 11:16 AM (IST)
how-to-make-crispy-palak-chakari-at-home-727168

Palak(Murukku) Chakli Recipe: સામાન્ય રીતે આપણે ચોખા કે ચણાના લોટની ચકરી ખાતા હોઈએ છીએ, પરંતુ જો તેમાં પાલક ઉમેરવામાં આવે તો તે સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ બને છે. પાલક આયર્ન, વિટામિન્સ અને ફાઈબરથી ભરપૂર છે, જે આ નાસ્તાને એક 'ગ્લૂટેન ફ્રી' અને હેલ્ધી વિકલ્પ બનાવે છે.

જરૂરી સામગ્રી

  • 2 કપ ચોખાનો લોટ
  • 1/2 કપ ચણાનો લોટ
  • 2 ચમચી શેકેલી ચણાની દાળ (દાળિયાનો પાવડર).
  • 1/2 ચમચી જીરું
  • 1 ચપટી હિંગ
  • મીઠું (સ્વાદ મુજબ)
  • 1 ચમચી માખણ (બટર).
  • 1 કપ તાજી પાલક
  • 2 નંગ લીલા મરચા
  • 1/4 કપ પાણી.
  • તળવા માટે તેલ.

બનાવવાની રીત

  • સૌ પ્રથમ પાલકને પાણીથી બરાબર ધોઈને સાફ કરી લો. મિક્સર જારમાં પાલક, લીલા મરચા અને થોડું પાણી ઉમેરી તેની ઘટ્ટ અને લીસી પેસ્ટ બનાવી લો.
  • એક મોટા વાસણમાં ચોખાનો લોટ અને ચણાનો લોટ ચાળીને લો.
  • તેમાં શેકેલી ચણાની દાળનો પાવડર, જીરું, હિંગ, મીઠું અને માખણ ઉમેરો. હવે તૈયાર કરેલી પાલકની પેસ્ટ ઉમેરી બધું બરાબર મિક્સ કરો.
  • જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને નરમ લોટ બાંધો. આ લોટને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રાખી દો.
  • ચકરી બનાવવાના સંચામાં (મશીન) સ્ટાર વાળી જાળી લગાવો. સંચાની અંદરની બાજુએ થોડું તેલ લગાવો જેથી લોટ ચોંટે નહીં.
  • હવે લોટનો લુવો બનાવી સંચામાં ભરો. એક પ્લાસ્ટિક પેપર અથવા કોટનના કાપડ પર ગોળ-ગોળ ફેરવીને મધ્યમ કદની ચકરી પાડો.
  • બધી ચકરી તૈયાર થઈ જાય પછી તેને 15-20 મિનિટ સેટ થવા દો.
  • એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે મધ્યમ તાપે સાવચેતીથી ચકરી તેમાં મૂકો.
  • ચકરી બંને બાજુથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. તળાઈ ગયા બાદ તેને પેપર નેપકિન પર કાઢી લો.
  • ચકરી સંપૂર્ણપણે ઠંડી થઈ જાય પછી જ તેને હવાચુસ્ત (Air-tight) ડબ્બામાં ભરો.
  • આ ચકરી 10 થી 15 દિવસ સુધી તાજી અને ક્રિસ્પી રહે છે. સાંજના સમયે ચા કે કોફી સાથે આ પૌષ્ટિક નાસ્તો ખાવાની ખૂબ મજા પડશે!

ટીપ (બેકિંગ વિકલ્પ): જો તમે હેલ્થ કોન્શિયસ હોવ અને તળેલું ટાળવા માંગતા હોવ, તો ઓવનને 180°C પર પ્રી-હીટ કરી, બેકિંગ ટ્રે પર બટર પેપર પાથરી 20-25 મિનિટ માટે ચકરીને બેક પણ કરી શકો છો.