Chinese Samosa: ખાવાની મજા પડી જશે તેવા ચાઈનીઝ સમોસા બનાવવાની રેસિપી

Chinese Samosa Recipe: ચાઈનીઝ સમોસા બનાવવાની રેસિપી આજે ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. જેને ચાઈનીઝ સમોસા પટ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો આજે બનાવીએ ચાઈનીઝ સમોસા.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 25 Sep 2025 05:10 PM (IST)Updated: Thu, 25 Sep 2025 06:18 PM (IST)
how-to-make-crispy-veg-chinese-samosa-recipe
HIGHLIGHTS
  • ચાઈનીઝ સમોસા પટ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો આજે બનાવીએ ચાઈનીઝ સમોસા.
  • ચાઈનીઝ સમોસા બનાવવાની સામગ્રી જાણો.

Chinese Samosa Recipe: ચાઈનીઝ સમોસા બનાવવાની રેસિપી આજે ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. જેને ચાઈનીઝ સમોસા પટ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો આજે બનાવીએ ચાઈનીઝ સમોસા.

ચાઈનીઝ સમોસા બનાવવાની સામગ્રી

સમોસા પટ્ટી માટે લોટ

  • મેંદો (Maida/All-purpose flour): (જરૂરી પ્રમાણ)
  • ઘી (Ghee/Clarified butter): (જરૂરી પ્રમાણ)
  • મીઠું (Salt): સ્વાદ પ્રમાણે
  • પાણી (Water): રૂમ ટેમ્પરેચરનું, જરૂર મુજબ (પાણીની ક્વોન્ટિટી લોટની ગુણવત્તા પર આધાર રાખે છે)
  • તેલ (Oil): રોટલી ગ્રીસ કરવા માટે
  • ચોખાનો લોટ (Rice flour): ડસ્ટ કરવા માટે

ચાઈનીઝ સ્ટફિંગ (Chinese Stuffing)

  • ગાજર (Carrot): ત્રણ નંગ (અથવા 600 ગ્રામ)
  • બેબી કેપ્સિકમ (Baby Capsicum): એક નંગ
  • કોબીજ (Cabbage): અડધી (જો પીળા અને લાલ કેપ્સિકમ ન હોય તો પણ ચાલે)
  • વૈકલ્પિક: બારીક સમારેલી મકાઈ અને વટાણા (થોડા બોઈલ કરેલા)
  • તેલ (Oil): બે થી ત્રણ ચમચી
  • આદુ અને લસણની પેસ્ટ (Ginger and Garlic Paste): બે મોટી ચમચી (જો લસણ ન ખાતા હોવ તો ટાળી શકાય)
  • મરચાં (Chilies): (જરૂરી પ્રમાણ/ક્વોન્ટિટી)
  • સોયા સોસ (Soy Sauce): એક ટીસ્પૂન
  • વિનેગર (Vinegar): એક ટીસ્પૂન
  • રેડ ચીલી સોસ (Red Chili Sauce): એક ચમચી
  • રેડ ચીલી પાવડર (Red Chili Powder): (લાલ રંગ અને તીખાશ માટે)
  • મીઠું (Salt): સ્વાદ પ્રમાણે

સમોસા સીલ કરવા માટેની સ્લરી (Slurry for Sealing)

  • મેંદો (Maida): બે મોટી ચમચી
  • પાણી (Water): જરૂર મુજબ

તળવા માટે

  • તેલ : તળવા માટે

ચાઈનીઝ સમોસા બનાવવાની

સમોસા પટ્ટી માટે લોટ તૈયાર કરવો:

મેંદો, મીઠું અને ઘીને એકદમ ક્રશ થાય ત્યાં સુધી સારી રીતે મિક્સ કરી લો.
ત્યારબાદ રૂમ ટેમ્પરેચરના પાણીનો ઉપયોગ કરીને, રોટલીના લોટ કરતાં થોડો કઠણ (ટાઈટ) લોટ બાંધો.
લોટને 5 મિનિટ સુધી મસળવો અને પછી તેને 15 મિનિટ માટે ઢાંકીને સેટ થવા દો.

સ્ટફિંગ માટે શાકભાજી તૈયાર કરવા:

  • ગાજર, કેપ્સિકમ અને કોબીજને એકદમ પતલી પતલી સ્લાઈસમાં કટ કરી લો.
  • એક મોટા વાસણમાં બધા શાકભાજી લો અને તેની અંદર મીઠું નાખીને બરાબર મિક્સ કરો.
  • આને ૧૦ થી ૧૫ મિનિટ માટે રહેવા દો જેથી કેપ્સિકમ, કોબીજ અને ગાજરમાં રહેલું પાણી નીકળી જાય.
  • ત્યારબાદ શાકભાજીને એક કપડા પર લો અને હાથથી દબાવીને બધું પાણી કાઢી લો. (આ પ્રોસેસ કરવાથી તમારું સ્ટફિંગ ઢીલું થતું નથી અને સમોસામાં ભરવામાં સરળતા રહે છે).

સ્ટફિંગ બનાવવું:

  • નોન-સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. ગેસની ફ્લેમ મીડીયમથી હાઈ વચ્ચે રાખો.
  • સૌપ્રથમ આદુ અને લસણની પેસ્ટ નાખીને હળવું સાંતળો.
  • ત્યારબાદ તેમાં મરચાં નાખો. આદુ-લસણને મિડીયમ ફ્લેમ પર સાંતળવું.
  • હવે તેમાં પાણી કાઢેલા શાકભાજી ઉમેરો.
  • 1 ટીસ્પૂન સોયા સોસ, 1 ટીસ્પૂન વિનેગર, 1 ટીસ્પૂન રેડ ચીલી સોસ અને રેડ ચીલી પાવડર ઉમેરો.
  • સ્ટફિંગને ઠંડુ કર્યા પછી જ સમોસામાં ભરવું.

સમોસા પટ્ટી બનાવવી:

  • લોટમાંથી મોટી રોટલીઓ વણી લો.
  • એક રોટલી પર તેલ લગાવો અને તેની ઉપર ચોખાનો લોટ ડસ્ટ કરો.
  • તેલ અને લોટ લગાવેલી રોટલી પર બીજી રોટલી મૂકો.
  • આ બે જોડેલી રોટલીઓને પાતળી વણી લો.
  • ગરમ તવા પર (સ્લો ટુ મીડીયમ ફ્લેમ) રોટલીને બંને બાજુ થોડી-થોડી સેકન્ડ માટે કાચી પાકી શેકી લો.
  • શેકાઈ ગયા પછી આ રોટલીઓ ઇઝીલી છૂટી પડી જશે.
  • તૈયાર પટ્ટીઓને સુકાઈ ન જાય તે માટે કપડાની અંદર મૂકીને રાખો.
  • પિઝા કટર અથવા છરીની મદદથી પટ્ટીઓને લંબચોરસ આકારમાં કાપી લો.

સમોસા ભરવા:

  • મેંદા અને પાણીનો ઉપયોગ કરીને, મીડીયમ થીકનેસની લુગદી (સ્લરી) તૈયાર કરો.
  • એક સમોસા પટ્ટી લઈને તેને કોન આકારમાં ફોલ્ડ કરો.
  • કોનની કિનારી પર તૈયાર કરેલી સ્લરી લગાવો અને તેને જોડી દો.
  • કોનની અંદર તૈયાર ઠંડું સ્ટફિંગ ભરો.

સમોસા તળવા:

તેલને મીડીયમ ફ્લેમ પર ગરમ કરો. (જો તેલ ખૂબ ગરમ હશે તો સમોસાનો કલર આવી જશે પણ તે ક્રિસ્પી નહીં બને).
સમોસાને ધીમાથી મધ્યમ આંચ પર, સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી, લગભગ 4-5 મિનિટ સુધી તળો.
તૈયાર સમોસાને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો.