Shakkariya No Shiro Recipe: ઉપવાસની સિઝનમાં શક્કરિયાનો શીરો દરેક ઘરમાં બનતો હોય છે. આજે ગુજરાતી જાગરણ જણાવશે કે આ શક્કરિયાનો હવલો કે શીરો કેવી રીતે બનાવવો.
શક્કરિયાનો હલવો બનાવવાની સામગ્રી
- શક્કરિયા
- ખાંડ
- દુધ
- કેસર
- ઘી
- ડ્રાઈફ્રુટ્સ
- એલચી પાવડર
શક્કરિયાનો હલવો બનાવવાની રીત
- પાંચ છ શક્કરિયા ધોઈને સાફ કરી લો. તેનો આગળ અને પાછળનો ભાગ અલગ કરી દો. પછી કુકરમાં તેને બાફી લો. પછી તેની છાલ અલગ કરી દો.
- પછી ખમણીની મદદથી ખમણી લો.
- પછી એક કઢાઈમાં ઘી લો. પછી તેમા ખમણેલા શક્કરિયા ઉમેરી દો. પાંચ મિનિટ પકાવો.
- પછી તેમા ખાંડ, ડ્રાઈફ્રુટ્સ, થોડી મલાઈ ઉમેરી મિક્સ કરી દો. પછી દુધમાં પલાળેલું કેસર ઉમેરો.
- થોડીવાર પાકવા દો પછી તેમા એલચીનો પાવડર ઉમેરો.
- બસ તૈયાર છે તમારો શક્કરિયાનો હલવો. (તસવીર સૌજન્ય પ્રિન્ટરેસ્ટ)
