IndiGo: નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ મંગળવારે ઇન્ડિગોને નવી સૂચનાઓ જારી કરી. સરકારી આદેશ હેઠળ, ભારતની સૌથી મોટી એરલાઇનને તેના સંચાલનમાં 10% ઘટાડો કરવા માટે કહેવામાં આવ્યું છે.
નાયડુએ X પર એક પોસ્ટમાં લખ્યું- મંત્રાલય ઇન્ડિગોના બધા રૂટ ઘટાડવાનું જરૂરી માને છે, જે એરલાઇનના ઓપરેશનને સ્ટેબલ કરવામાં મદદ કરશે અને કેન્સેલેશનમાં ઘટાડો આવશે.
ઇન્ડિગોએ 10% કામગીરી ઘટાડવાનો આદેશ આપ્યો
નાયડુએ વધુમાં કહ્યું- 10% ઘટાડો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આના પાલનમાં, ઇન્ડિગો પહેલાની જેમ પોતાના તમામ ડેસ્ટિનેશનને કવર કરતું રહેશે.
આ પ્રતિબંધોને કારણે ઇન્ડિગો તેની દૈનિક ફ્લાઇટ્સમાં આશરે 215નો ઘટાડો કરશે. અગાઉ ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકાર દ્વારા તેના વિન્ટર શિડ્યૂલના ભાગ રૂપે દરરોજ 2,145 ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી.
During the last week, many passengers faced severe inconvenience due to Indigo’s internal mismanagement of crew rosters, flight schedules and inadequate communication. While the enquiry and necessary actions are underway, another meeting with Indigo’s top management was held to… pic.twitter.com/yw9jt3dtLR
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) December 9, 2025
રિફંડ અને બેગેજ હેન્ડઓવર ઝડપથી પૂરા કરવાના નિર્દેશ
એવિએશન મિનિસ્ટ્રી દ્વારા ઇન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પીટર એલ્બર્સને સમન્સ પાઠવ્યા પછી તરત જ ઘટાડો આદેશ જારી કરવામાં આવ્યો હતો.
નાયડુએ જણાવ્યું હતું કે એલ્બર્સ મંત્રાલયના અધિકારીઓ સમક્ષ હાજર થયા હતા અને પુષ્ટિ કરી હતી કે 6 ડિસેમ્બર સુધીમાં બાકી રહેલી ફ્લાઇટ્સ માટે 100% રિફંડ પૂર્ણ થઈ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે બાકીના રિફંડ અને સામાન સોંપણીને ઝડપી બનાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.
વધુમાં, ઇન્ડિગોને ઉડ્ડયન મંત્રાલયના તમામ નિર્દેશોનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેમાં કોઈપણ ડિસ્કાઉન્ટ વિના ભાડા મર્યાદા અને મુસાફરોની સુવિધાના પગલાંનો સમાવેશ થાય છે.
શું ઇન્ડિગોની સેવાઓ બંધ થશે?
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું- મંત્રાલયે ઇન્ડિગોના કુલ રૂટમાં 10 ટકાનો ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે જેથી તેની કામગીરી સ્થિર થાય અને રદ થવાની સંખ્યા ઓછી થાય. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણયનો અર્થ એ નથી કે ઇન્ડિગો ક્યાંય પણ કામગીરી બંધ કરશે. તેમણે કહ્યું- એરલાઇન પહેલાની જેમ તેના તમામ સ્થળોને આવરી લેવાનું ચાલુ રાખશે; ફક્ત ફ્લાઇટ્સની સંખ્યામાં અસ્થાયી ધોરણે ઘટાડો કરવામાં આવશે.
