Guru Purnima 2026: ગુરુ પૂર્ણિમા પર સંત પ્રેમાનંદના દર્શન કરવા જઈ રહ્યા છો? શ્રીરાધા કેલિકુંજ આશ્રમની આ નવી ગાઇડલાઇન જરૂર વાંચો

Guru Purnima 2026, Premanand Maharaj Darshan: ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંત પ્રેમાનંદના દર્શન માટે શ્રીરાધા કેલિકુંજ આશ્રમ દ્વારા નવી માર્ગદર્શિકા અને 23 થી 29 જુલાઈ સુધીનો રાજ્યવાર કાર્યક્રમ જાહેર કરાયો છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 20 Jul 2026 11:40 AM (IST)Updated: Mon, 20 Jul 2026 11:40 AM (IST)
guru-purnima-2026-premanand-maharaj-urges-devotees-not-to-visit-ashram-alone

Guru Purnima 2026, Premanand Maharaj Darshan: મથુરા-વૃદાંવન સ્થિત શ્રીરાધા કેલિકુંજ આશ્રમ દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સંત પ્રેમાનંદના દર્શન માટે દેશ-વિદેશથી આવતા શિષ્યો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંત પ્રેમાનંદ તેમના દીક્ષિત શિષ્યોને દર્શન આપશે. આ માટે શિષ્યોએ યમુના પાર બેલવનમાં આવેલા નવા યમુના કુંજ આશ્રમ (કુટિયા) ખાતે વહેલી સવારે 3 વાગ્યા સુધીમાં પહોંચવાનું રહેશે. અહીં ભક્તો દર્શન અને ચરણ પાદુકા પૂજનનો લાભ લઈ શકશે.

આશ્રમ દ્વારા ભક્તોને શા માટે એકલા ન આવવાની અપીલ કરાઈ છે?

શ્રીરાધા કેલિકુંજ આશ્રમે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ, યમુના કુંજ આશ્રમ સુધી જતો રસ્તો સંપૂર્ણ તૈયાર છે, પરંતુ રાત્રિના સમયે આ વિસ્તાર એકદમ એકાંત રહે છે. ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને રાત્રે એકલા પ્રવાસ ન કરવાની ખાસ અપીલ કરવામાં આવી છે.

જે ભક્તો એકલા આવી રહ્યા છે, તેમને રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે શ્રીરાધા કેલિકુંજ આશ્રમ પહોંચવા વિનંતી કરાઈ છે. ત્યાં એકત્રિત થઈને ખાનગી વાહન ધરાવતા અન્ય શિષ્યો સાથે સમૂહમાં યમુના કુંજ આશ્રમ જવાની સલાહ અપાઈ છે.

વાહન ચાલકો અને ઇ-રિક્ષા મુસાફરો માટે શું છે સૂચના?

ખાનગી વાહન લઈને આવતા શિષ્યોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ એકલા આવેલા અન્ય ભક્તોને પોતાની સાથે બેસાડીને યમુના કુંજ આશ્રમ સુધી લઈ જાય. આ ઉપરાંત, જે ભક્તો ઈ-રિક્ષા અથવા ઓટો દ્વારા જવાનું આયોજન કરી રહ્યા છે, તેઓ પણ સુરક્ષા ખાતર સમૂહમાં જ પ્રવાસ કરે.

કયા રાજ્યના ભક્તો માટે ક્યારે યોજાશે દર્શન? (રાજ્યવાર કાર્યક્રમ)

યમુના પાર બેલવન સ્થિત યમુના વિહાર કુંજમાં સંત પ્રેમાનંદ 23 જુલાઈથી 29 જુલાઈ દરમિયાન દરરોજ સવારે 4:30 થી 5:30 વાગ્યા સુધી દર્શન આપશે.

  • 23 જુલાઈ: વિદેશી ભક્તો, હરિયાણા અને કર્ણાટક
  • 24 જુલાઈ: ગુજરાત, જમ્મુ-કાશ્મીર, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, કેરળ અને દિલ્હી
  • 25 જુલાઈ: પંજાબ, મધ્ય પ્રદેશ અને ઝારખંડ
  • 26 જુલાઈ: ઉત્તર પ્રદેશ અને બ્રજમંડલ
  • 27 જુલાઈ: રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, આસામ, મહારાષ્ટ્ર અને તેલંગાણા
  • 28 જુલાઈ: સ્થાનિક શિષ્યો, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, તમિલનાડુ અને ગોવા
  • 29 જુલાઈ: આશ્રમ સાથે જોડાયેલા વિરક્ત શિષ્યો સંત પ્રેમાનંદના દર્શન કરીને ગુરુ પૂજન કરશે.