Ind vs Pak: ટીમ ઈન્ડિયાએ ICC T20 વર્લ્ડ કપ 2026 ના હાઈ-વોલ્ટેજ મેચમાં પાકિસ્તાનને હરાવીને શાનદાર જીત મેળવી છે. દેશભરમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય ટીમને આ જીત પર અભિનંદન આપ્યા અને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા.
પરિણામ હંમેશા સરખા જ હોય છે: અમિત શાહ
મેચ પછી તરત જ ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે "#TeamIndia દ્વારા શાનદાર પ્રદર્શન. ફોર્મેટ, સ્થળ અને તારીખો બદલાઈ શકે છે, પરંતુ #IndvsPak નું પરિણામ હંમેશા સરખું જ રહેશે. પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન.
Well played #TeamIndia 👏
— Amit Shah (@AmitShah) February 15, 2026
Formats, places, and dates may change, but the result of #IndvsPak remains consistent.
Congratulations to the entire team.#T20WorldCup pic.twitter.com/K10UPQgZ8n
મહાશિવરાત્રી પર શાનદાર વિજય:મુખ્યમંત્રી યોગી
પાકિસ્તાન સામે ભારતની જીત પછી તરત જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે મહાશિવરાત્રી પર મહાવિજય માટે દેશવાસીઓને હાર્દિક અભિનંદન! ભારતીય ક્રિકેટ ટીમના તમામ સભ્યોને અભિનંદન! જય હિન્દ.
महाशिवरात्रि पर महाविजय की देश वासियों को हार्दिक बधाई!
— Yogi Adityanath (@myogiadityanath) February 15, 2026
भारतीय क्रिकेट टीम के सभी सदस्यों का अभिनंदन!
जय हिन्द!#INDvsPAK#T20WorldCup2026
ભારતે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું
આજની મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને સરળતાથી 61 રનથી હરાવ્યું હતું. આ પ્રભાવશાળી વિજય સાથે ટીમ ઈન્ડિયા સુપર 8 માટે ક્વોલિફાય થઈ ગઈ. આ મેચમાં ભારતને પહેલા બેટિંગ કરવાની તક આપવામાં આવી હતી. પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 7 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા. T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે આ ભારતનો સૌથી વધુ સ્કોર છે. જવાબમાં પાકિસ્તાન 18 ઓવરમાં ફક્ત 114 રન જ બનાવી શક્યું.
