IndiGo Flight Status: 3 થી 15 ડિસેમ્બર વચ્ચે કેન્સલ થયેલી ફ્લાઇટ્સનું સંપૂર્ણ રિફંડ મળશે, ઇન્ડિગોએ કરી મહત્વની જાહેરાત

ઇન્ડિગોએ જાહેરાત કરી છે કે 3 થી 15 ડિસેમ્બર વચ્ચે રદ થયેલી ફ્લાઇટ્સ માટે રિફંડની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. કોઈ ફેરફાર કે રદ કરવાનો ચાર્જ લાગશે નહીં.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Mon 08 Dec 2025 10:06 PM (IST)Updated: Mon 08 Dec 2025 10:06 PM (IST)
indigo-flight-status-flights-cancelled-between-december-3-and-15-will-get-full-refund-indigo-makes-important-announcement-651926
HIGHLIGHTS
  • ઇન્ડિગો 3 થી 15 ડિસેમ્બર સુધી રિફંડ ઓફર કરશે
  • ટિકિટમાં ફેરફાર કે રદ કરવા માટે કોઈ શુલ્ક નહીં
  • 9.5 લાખ ટિકિટ માટે રિફંડ જારી કરવામાં આવ્યું

IndiGo Flight Status: ભારે અંધાધૂંધી અને હજારો મુસાફરોની અસુવિધા પછી ઇન્ડિગોએ સોમવારે સાંજે એક મોટી અપડેટ આપી છે. એરલાઇને જણાવ્યું હતું કે 3 થી 15 ડિસેમ્બર વચ્ચે રદ કરાયેલી ફ્લાઇટ્સ માટે રિફંડની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

ઇન્ડિગોએ એમ પણ જણાવ્યું હતું કે ટિકિટમાં ફેરફાર અથવા રદ કરવા માટે કોઈ વધુ શુલ્ક લેવામાં આવશે નહીં. કંપનીએ X પર પોસ્ટ કર્યું- અસુવિધા બદલ અમને ખૂબ જ દુઃખ છે. અમારી ટીમો સ્થિતિ સામાન્ય બનાવવા માટે કામ કરી રહી છે.

48 કલાક અગાઉ રિફંડની જાહેરાત
ઈન્ડિગોના તાજેતરના અપડેટમાં એક મોટો ફેરફાર એ છે કે એરલાઈને રિફંડની તારીખ 48 કલાક આગળ વધારી દીધી છે. આનો અર્થ એ થયો કે રિફંડ હવે 5 ડિસેમ્બરને બદલે 3 ડિસેમ્બરથી જારી કરવામાં આવશે. આ કટોકટીનું પ્રમાણ દર્શાવે છે. અગાઉ શનિવારે, એરલાઈને જાહેરાત કરી હતી કે 5 થી 15 ડિસેમ્બર વચ્ચે બુક કરાયેલી ટિકિટો પર નો ક્વેશ્ચન આસ્ક્ડ પોલિસી લાગુ થશે અને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.

દરમિયાન, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે ઇન્ડિગોએ અત્યાર સુધીમાં ₹827 કરોડની 9.5 લાખ ટિકિટો માટે રિફંડ જારી કર્યું છે. આમાંથી મોટાભાગની લગભગ 6 લાખ ટિકિટો (₹569 કરોડ), 1 થી 7 ડિસેમ્બર વચ્ચેની ફ્લાઇટ્સ માટે હતી, જ્યારે સંકટ તેના ટોચ પર હતું.

સરકારનું કડક વલણ
મંત્રાલયે એરલાઇનને તમામ બાકી રિફંડ તાત્કાલિક ચૂકવવા અને જે મુસાફરોની મુસાફરી પ્રભાવિત થઈ છે તેમના પાસેથી રિશેડ્યુલિંગ ફી ન વસૂલવાનો નિર્દેશ આપ્યો. ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે ઉદાહરણ બેસાડવા માટે ઇન્ડિગો સામે કડક કાર્યવાહી કરી શકાય છે.

આ સંકટનું મૂળ સરકાર દ્વારા લગભગ બે વર્ષ પહેલાં જારી કરાયેલા નવા ફ્લાઇટ સલામતી નિયમોમાં છે. આ નિયમોનો હેતુ પાઇલટ્સનો થાક ઘટાડવા માટે આરામનો સમયગાળો વધારવાનો હતો. નવા નિયમો અમલમાં આવતાની સાથે જ, ઇન્ડિગો જે દરરોજ 2,200 ફ્લાઇટ્સનું સંચાલન કરતું હતું અને ઓછા ડાઉનટાઈમ પર ભાર મૂકે છે તેઓ પાઇલટ્સની અછતનો સામનો કરવા લાગ્યા. જેના પરિણામે સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. પરિસ્થિતિ વધુ વણસી રહી છે તે જોઈને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ કેટલાક નિયમોમાં અસ્થાયી રૂપે રાહત આપી છે.

વિપક્ષે ડ્યુઓપોલીનો મુદ્દો ઉઠાવ્યો
ઇન્ડિગોના સંકટ પછી વિપક્ષે ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં ડ્યુઓપોલી (ઇન્ડિગો અને એર ઇન્ડિયાનું વર્ચસ્વ)નો મુદ્દો ઉઠાવ્યો. જો કે, સરકારનું કહેવું છે કે તેમણે હંમેશા નવી એરલાઇન્સના પ્રવેશને પ્રોત્સાહન આપ્યું છે અને તે એક ખુલ્લું બજાર છે.