IndiGo Flight Status, Live Tracker, Cancellation News: દેશની દિગ્ગજ એરલાઈન કંપની ઇન્ડિગોમાં ચાલી રહેલા સંકટની સૌથી વધુ અસર લાખો મુસાફરો પર પડી રહી છે. ફ્લાઇટ્સ રદ થવાને કારણે મુસાફરોને હવે અન્ય ફ્લાઇટ્સ બુક કરવા માટે દસ ગણા વધુ પૈસા ચૂકવવાની ફરજ પડી રહી છે. જો તમે પણ ઇન્ડિગોમાં ટિકિટ બુકિંગ કરાવી છે તો તેનું લાઈવ સ્ટેટસ કેવી રીતે ચકાસવું, ચાલો જાણીએ આ લેખમાં.
ફ્લાઇટની સ્થિતિ કેવી રીતે ચકાસવી
મુસાફરોએ તેમની ઇન્ડિગો ફ્લાઇટ્સની રિયલ-ટાઇમ સ્થિતિ ચકાસવી જરુરી છે. જેથી તેમને વધારે મુશ્કેલીનો સામનો કરવો ન પડે. મુસાફરો ફ્લાઇટની સ્થિતિ તપાસવા માટે ઇન્ડિગોની સત્તાવાર ડિજિટલ વેબસાઈટ અને એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે. મુસાફરો PNR અથવા ફ્લાઇટ નંબરનો ઉપયોગ કરીને ફ્લાઇટનું લાઇવ સ્ટેટસ જાણી શકે છે.
ઇન્ડિગોની સત્તાવાર ડિજિટલ ચેનલો દ્વારા સ્ટેટસ તપાસવાની રીત
- ઇન્ડિગોની સત્તાવાર વેબસાઇટ: http://www.goindigo.in અથવા goindigo.com પર જાઓ.
- ઉપરના બાર પરના 'ટ્રિપ્સ' ટેબ પર ક્લિક કરો, પછી 'ફ્લાઇટ સ્ટેટસ' પસંદ કરો.
- તમારો ફ્લાઇટ નંબર અથવા PNR નંબર નાખો.
- કૅલેન્ડરમાંથી તમારી મુસાફરીની તારીખ પસંદ કરો.
- 'સર્ચ ફ્લાઇટ' બટન દબાવો.
- સિસ્ટમ સૌથી લેટેસ્ટ ઓપરેશનલ ડેટા રજૂ કરશે.
ઇન્ડિગો મોબાઇલ એપ્લિકેશન દ્વારા સ્ટેટસ તપાસવાની રીત
- સત્તાવાર ઇન્ડિગો એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર (Android) અથવા એપલ એપ સ્ટોર (iOS) દ્વારા ડાઉનલોડ કરો.
- હોમ સ્ક્રીન પર અથવા નીચેના મેનૂ પર, 'ફ્લાઇટ સ્ટેટસ' પર ક્લિક કરો.
- તમારો 'ફ્લાઇટ નંબર અને મુસાફરીની તારીખ' દાખલ કરો.
- ‘સર્ચ’ અથવા ‘ચેક સ્ટેટસ’ બટન દબાવો.
મુસાફરો માટે જરુરી સૂચનાઓ
એરપોર્ટ જવા નીકળતા પહેલા હંમેશા અપડેટ કરેલ ફ્લાઇટ સ્ટેટસ ઘણી વખત તપાસો. કારણ કે શેડ્યૂલ ખૂબ જ ઝડપથી અપડેટ થતું રહે છે, સ્ટેટસ શક્ય તેટલું અપડેટ થયેલું મેળવવા માટે વેબપેજને ઘણી વખત રિફ્રેશ કરો. સૌથી સમયસર અપડેટ્સ મેળવવા માટે, ખાતરી કરો કે તમે ઇન્ડિગો એપ્લિકેશનમાં લૉગ ઇન છો અને નોટિફિકેશન ઓન કરેલ છે. જો તમે એપ્લિકેશનમાં લૉગ ઇન કરેલું હશે તો તરત જ એલર્ટ નોટિફિકેશન દ્વારા મળી રહેશે.
