VIRAL VIDEO: લગ્નમાં કન્યા સહિત મહેમાનોની સામે જ વરરાજાનો લેંઘો સરરર કરીને સરક્યો, યુઝર્સ બોલ્યા- 'ભાઈ ઉતાવળમાં નાડું બાંધવાનું ભૂલ્યો'

એક યુઝર્સે લખ્યું કે, દુલ્હનમાં એટલો બધો ખોવાઈ ગયો કે લેંઘો ઉતારી નાંખ્યો. તો અન્ય એકે કાવ્યાત્મક અંદાજમાં લખ્યું કે, પ્યાર મેં કભી-કભી ઐસા હો જાતા હૈ...

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 29 Nov 2025 07:20 PM (IST)Updated: Sat 29 Nov 2025 07:20 PM (IST)
funny-video-of-bride-and-grooms-wedding-time-goes-viral-646835
HIGHLIGHTS
  • લેંઘો ઉતરી જતાં વરરાજા ભોંઠો પડ્યો, મહેમાનો શરમાયા
  • સ્ટેજ પર ઉંધા ફરીને વરરાજાએ લેંઘાનું નાળુ ફરીથી બાંધ્યું

VIRAL VIDEO: દરરોજ ઈન્ટરનેટ પર લગ્નને લઈને અનેક મજેદાર વીડિયો અપલોડ થતા રહે છે, જે પૈકી કેટલાક ફની વીડિયો ખૂબ જ વાયરલ થવા લાગે છે.

લગ્ન એકદમ શાંતિથી પતી જાય તે માટે વર અને કન્યા પક્ષનો પરિવાર ઘણાં મહિનાઓ પહેલા જ તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. લગ્નમાં દુલ્હનની એન્ટ્રી, મિત્રોની મજાક મસ્તી તેમજ પરિવારના સભ્યોના ડાન્સના વીડિયો તો સોશિયલ મીડિયામાં આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે.

એવામાં હાલના દિવસોમાં સોશિયલ મીડિયામાં એક લગ્ન મંડપનો ફની વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લગ્નના મંડપમાં કન્યા સહિતના મહેમાનોની સામે જ વરરાજાના લેંઘો સરરર કરીને સરકી જાય છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X યુઝર્સ @Digital_khan01 દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયો અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વરરાજા શેરવાની પહેરીને સ્ટેજ ઉપર છે, જ્યારે પાનેતરમાં કન્યા નીચે ઉભી છે. તેમજ આસપાસ અન્ય મહેમાનો પણ છે.

એવામાં અચાનક વરરાજાનો લેંઘો સરર કરતો સરકી જાય છે. જેના પગલે વરરાજા ભોંઠો પડી જાય છે. આ સમયે નીચે નાના બાળકને તેડીને ઉભી રહેલી મહિલાનું ધ્યાન અચાનક વરરાજા તરફ જાય છે, તો તે પણ શરમાઈને હસવા લાગે છે. જે બાદ વરરાજા ઉધો ફરીની લેંઘાનું નાળું બાંધે છે.

આ વીડિયો પર યુઝર્સ તરેહ-તરેહની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, ખૂબ ખોટા સમયે થઈ ગયું. એક યુઝર્સે લખ્યું કે, ભારે ભૂલ થઈ ગઈ.એક યુઝર્સે સલાહ આપી કે, ઈલાસ્ટિક વાળો લેંઘો પહેરવા જેવો હતો. એક યુઝર્સે કહ્યું કે, શેરવાનીની જગ્યાએ શૂટ કેમ ના પહેર્યો. અન્ય એક યુઝર્સે લખ્યું કે, દુલ્હનમાં એટલો બધો ખોવાઈ ગયો કે લેંઘો ઉતારી નાંખ્યો. તો અન્ય એકે કાવ્યાત્મક અંદાજમાં લખ્યું કે, પ્યાર મેં કભી-કભી ઐસા હો જાતા હૈ…