IND vs PAK Live Streaming: ક્રિકેટ ચાહકો જે ઘડીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી ગઈ છે. 15 ફેબ્રુઆરી, 2026ના રોજ ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ જેવી ગણાતી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી બંને ટીમો અજેય રહી છે, જેના કારણે સ્પર્ધા વધુ રોમાંચક બની છે. ચાહકોમાં આ મેચને લઈને એટલો ક્રેઝ છે કે તેને 'ગ્રાન્ડ ફિનાલે' પહેલાની ફિનાલે માનવામાં આવી રહી છે.
મેચનો સમય અને સ્થળ
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ હાઈ-વોલ્ટેજ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. મેચના અડધા કલાક પહેલા, એટલે કે સાંજે 6:30 વાગ્યે સૂર્યકુમાર યાદવ અને સલમાન અલી આઘા ટોસ માટે મેદાન પર ઉતરશે. આ મુકાબલો કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.
મોબાઈલ પર મફતમાં કેવી રીતે જોશો?
જો તમે મુસાફરી કરી રહ્યા છો અથવા ટીવી પાસે નથી, તો ચિંતા કરવાની જરૂર નથી.
- આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ પર ઉપલબ્ધ છે.
- મોબાઈલ યુઝર્સ આ એપ દ્વારા કોઈપણ વધારાના સબ્સ્ક્રિપ્શન વગર (માત્ર ડેટા પેકનો ઉપયોગ કરીને) મેચનો આનંદ માણી શકે છે. કંપનીએ ખાસ કરીને આ વર્લ્ડ કપ માટે મોબાઈલ યુઝર્સને ફ્રી સ્ટ્રીમિંગની સુવિધા આપી છે.
ટીવી પર મફત પ્રસારણની સુવિધા
જે દર્શકો ઘરે બેઠા ટીવી પર મેચ જોવા માંગે છે તેમના માટે બે વિકલ્પો છે:
- 1) પેઈડ ચેનલ્સ: સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (Star Sports) ની વિવિધ ચેનલો પર સબસ્ક્રિપ્શન સાથે મેચ જોઈ શકાશે.
- 2) ફ્રી ચેનલ્સ (Free-to-Air): જે ગ્રાહકો પાસે DD Free Dish છે, તેઓ DD Sports ચેનલ પર આ મેચ એકદમ મફતમાં જોઈ શકે છે. દૂરદર્શન સ્પોર્ટ્સ પર ભારતની મેચોનું લાઈવ ટેલિકાસ્ટ કોઈ પણ વધારાના ચાર્જ વગર કરવામાં આવશે.
બંને ટીમોનું શાનદાર ફોર્મ
ટીમ ઈન્ડિયા સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં મેદાનમાં છે, જેમણે અત્યાર સુધી બેટિંગ અને કેપ્ટન્સી બંનેમાં પ્રભાવ પાડ્યો છે. બીજી તરફ, સલમાન અલીની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ પણ સતત બે જીત સાથે મજબૂત મનોબળ ધરાવે છે. બંને ટીમો પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા અને સેમીફાઈનલ તરફ મજબૂત ડગલું માંડવા માટે એડીચોટીનું જોર લગાવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ જંગમાં કોણ બાજી મારશે તેના પર આખા વિશ્વની નજર છે. તો તૈયાર થઈ જાઓ, સાંજે ૭ વાગ્યે તમારા ટીવી અને મોબાઈલ સ્ક્રીન સામે!
