IND vs SA 1st T20: દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ઇજાને કારણે બહાર રહ્યા બાદ, ભારતીય ટીમના વાઈસ કેપ્ટન શુભમન ગિલે (Shubman Gill) T20 શ્રેણી દ્વારા મેદાનમાં વાપસી કરી હતી. જોકે, કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાયેલી 5 મેચની શ્રેણીની આ પ્રથમ T20 મેચ ગિલ માટે દુઃસ્વપ્ન સમાન બની રહી હતી. તેના નિરાશાજનક પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર ફેન્સે તેને ભારે આડે હાથ લીધો હતો.
સંજુ સેમસનના સ્થાને રમનાર ગિલ નિષ્ફળ
ગિલની વાપસીને કારણે શાનદાર ફોર્મમાં હોવા છતાં સંજુ સેમસનને પ્લેઇંગ 11 માંથી બહાર બેસવું પડ્યું હતું. જોકે, ગિલ આ તકનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો હતો અને મેચની પહેલી જ ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. એક ખરાબ શોટ સિલેક્શનને કારણે તે સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો.

આ રીતે ગુમાવી વિકેટ
આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. દક્ષિણ આફ્રિકા તરફથી લુંગી ન્ગીડીએ પ્રથમ ઓવર ફેંકી હતી. ઓવરના ત્રીજા બોલ પર ન્ગીડીએ મિડલ-લેગ સ્ટમ્પ પર બોલિંગ કરી હતી. ગિલે ક્રિઝમાંથી આગળ વધીને બોલને મિડ-ઓફ ઉપરથી બાઉન્ડ્રી પાર મોકલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, શોટના ટાઇમિંગમાં ગડબડ થતાં બોલ હવામાં ઉછળ્યો હતો અને માર્કો જેન્સેને પોતાની જમણી બાજુ દોડીને સરળ કેચ ઝડપી લીધો હતો. ગિલ માત્ર 2 બોલ રમીને 4 રન બનાવીને આઉટ થયો હતો.
No flat pitches no party for Prince Shubman Gill.
— Dhruv Thakur (@Dhruv_Thakur___) December 9, 2025
I will choose anyday Sanju Samson over him.
Can't imagine Sanju Samson dropped from opening for this guy. pic.twitter.com/AqWS8jasOS
સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપુર
ગિલના વહેલા આઉટ થવાને કારણે સોશિયલ મીડિયા પર ચાહકોએ રોષ વ્યક્ત કર્યો હતો. તેને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું હતું કે, 'જ્યાં સુધી ગિલ બેટિંગ કરી રહ્યો હોય, ત્યાં સુધીમાં મેગી બનાવી લો,' જેનો સીધો અર્થ છે કે તે ક્રિઝ પર બહુ ઓછો સમય ટક્યો હતો.
Meet Shubman Gill,
— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) December 9, 2025
- Can't bat
- Can't ball
- Can't field
But he need Indian team captaincy for all format. pic.twitter.com/nzEQ7DK7l6
અન્ય ક્રિકેટ પ્રેમીઓએ ટીમ મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ટોપ ઓર્ડરમાં ગિલના સતત સમાવેશને કારણે યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન અને ઇશાન કિશન જેવા પ્રતિભાશાળી અને આક્રમક બેટ્સમેનોને તક મળી રહી નથી.
