Abhishek Sharma News: T20 વર્લ્ડ કપ 2026ની સુપર-8 મેચમાં સાઉથ આફ્રિકાનો સામનો કરતાં પહેલા ભારતીય ટીમના ઓપનર અભિષેક શર્માનું ફૉર્મ ચિંતાનો વિષય બન્યું છે. તેની પહેલી ICC ટુર્નામેન્ટમાં સતત ત્રણ વખત શૂન્ય રન પર અભિષેક આઉટ થયો હતો.
પોતાની સુપર-8 મેચમાં તેના સૌથી શ્રેષ્ઠ પ્રદ્શનની આશા છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત-દ.આફ્રિકા વચ્ચે સુપર-8 મેચ રમાવા જઈ રહી છે. આ મેચ અગાઉ અભ્યાસ સત્ર દરમિયાન અભિષેક ટીમને એક એવી મટિવેશનલ સ્પીચ આપી કે જેને જોઈ કોચ ગૌતમ ગંભીર પણ તેનું હસવું રોકી શક્યો ન હતો. આ વીડિયો BCCIએ તેના એક્સ પર શેર કર્યો છે.
સુપર 8 પહેલા Abhishek Sharmaએ ટીમનું મનોબળ વધાર્યું
BCCI દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં અભિષેક શર્મા ટીમ સાથે પોતાના વિચારો શેર કરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં ભારતીય ખેલાડીઓ ફ્લડલાઇટ્સ હેઠળ એકત્રિત થતા જોવા મળે છે. આ સમય દરમિયાન અભિષેક ટીમના હડલમાં એન્ટ્રી કરે છે. તેણે જોશથી ભરેલ સ્પીચ આપી.
Episode 4 of The Speech had one clear message: Keep enjoying the success of each other! 👍 👍#TeamIndia 🇮🇳 | #T20WorldCup | #MenInBlue | #INDvNED | @OfficialAbhi04 https://t.co/bqB5j4JUXD
— BCCI (@BCCI) February 20, 2026
અભિષેકે પોતાની સ્પીસ 'જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલના ઉત્સાહી નારા સાથે સમાપ્ત કરી. પૂરી ટીમ જવાબમાં ગર્જના કરી. મુખ્ય કોચ ગૌતમ ગંભીર પોતાનું હાસ્ય રોક્યો નહીં અને ખડખડાટ હસી પડ્યો. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અભિષેક શર્માનું ફોર્મ ચિંતાનો વિષય છે
ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં નિષ્ણાતો અભિષેક શર્માને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી માટે દાવેદાર માનતા હતા. હાલમાં વિશ્વનો નંબર 1 T20 બેટ્સમેન હોવા છતાં તે આશ્ચર્યજનક છે કે તેણે આ વર્લ્ડ કપમાં એક પણ રન બનાવ્યો નથી. તેણે અમેરિકા, પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ સામે શૂન્ય આઉટથી શરૂઆત કરી હતી, જ્યારે તે બીમારીને કારણે નામિબિયા સામેની મેચ ચૂકી ગયો હતો. જોકે નેટ્સમાં ગભરાટના કોઈ સંકેત ન હતા. તેણે મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે લાંબો સત્ર વિતાવ્યો હતો અને ટેકનિકલ પાસા અંગે ચર્ચા કરી હતી.
