India South Africa T20,IND vs SA Head To Head: ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ T20 World Cup 2026માં Super-8માં એકબીજા સામે રવિવારે ટકરાશે. દક્ષિણ આફ્રિકા પર T20 ઈન્ટરનેશનલમાં ભારતનો અત્યાર સુધી દબદબો રહ્યો છે. હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ બન્ને ટીમ એકબીજાની સામે હશે. T20 World Cup-2024ની ફાઈનલ બાદ આ પ્રથમ વખત છે કે જ્યારે બન્ને ટીમ World Cupમાં એકબીજાનો સામનો કરશે.
વર્ષ 2024ની તે ફાઈનલને દક્ષિણ આફ્રિકા હજુ સુધી ભૂલી શકી નથી કારણ કે એક સમયે મેચ આફ્રિકાની તરફેણમાં હતી, પણ ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે પુનરાગમન કર્યું અને તે મેચમાં દક્ષિણ આફ્રિકાને પરાજય આપવા ઉપરાંત ટ્રોફી પણ પોતાના નામે કરી હતી.
ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા હેડ ટુ હેડ રેકોર્ડ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 35 T20 મેચ રમાઈ છે. તે દરમિયાન ભારતે 21 મેચમાં જીત મેળવી છે. જ્યારે દક્ષિણ આફ્રિકાએ 13 મેચમાં જીત મેળવી છે. આ ઉપરાંત એક મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું.
નોકઆઉટ મેચોમાં ભારત-દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ
નોકઆઉટ મેચોની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાએ ક્યારેય ભારતને હરાવ્યું નથી. આ બંને ટીમો બે વાર નોકઆઉટ મેચ રમી છે અને બંને વખત ભારત જીત્યું છે. બંને ટીમો વર્ષ 2014ના T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ટકરાઈ હતી અને ભારત જીતી ગયું હતું. તે પછી વર્ષ 2024 ની ઐતિહાસિક ફાઇનલ કોણ ભૂલી શકે?
બંને ટીમોનો તાજેતરનો રેકોર્ડ શું રહ્યો છે?
ભારત અને દક્ષિણ આફ્રિકાના તાજેતરના ફોર્મને જોતાં બંને ટીમો ખૂબ જ ખતરનાક લાગે છે. ભારતે તેની છેલ્લી 5 T20 મેચમાંથી પાંચેય જીતી છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ તેની છેલ્લી 5 ટી20 મેચમાંથી 4 જીતી છે અને એક હારી છે.
બન્ને દેશની ટીમઃ
ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંઘ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ
દક્ષિણ આફ્રિકા: એઇડન માર્કરામ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રેયાન રિકેલ્ટન, ડેવાલ્ડ બ્રેવિસ, ટ્રિસ્ટન સ્ટબ્સ, જેસન સ્મિથ, જ્યોર્જ લિન્ડે, કોર્બિન બોશ, કાગિસો રબાડા, એનરિચ નોર્ટજે, ક્વેના મફાફા, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, લુંગી એનગિડી
