UpdatedIST

IND vs SA: આજે અમદાવાદમાં બે ભાઈઓ એકબીજા સામે ટકરાશે… સુપર 8માં ભારતનો દક્ષિણ આફ્રિકા સામે પહેલો મુકાબલો

T20 વર્લ્ડ કપ સુપર 8 મેચમાં મોર્ને મોર્કેલ (ભારતના બોલિંગ કોચ) અને આલ્બી મોર્કેલ (દક્ષિણ આફ્રિકાના સલાહકાર) મેદાન પર એકબીજાનો સામનો કરશે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Sun 22 Feb 2026 04:12 PM (IST)Updated: Sun 22 Feb 2026 07:01 PM (IST)
ind-vs-sa-two-brothers-will-face-each-other-in-ahmedabad-today-indias-first-match-against-south-africa-in-the-super-8s-696734
HIGHLIGHTS
  • ભારત અને દક્ષિણ આફ્રિકા સુપર 8 મેચ
  • આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
  • આજે ક્રિકેટના મેદાન પર બે સગા ભાઈઓ વચ્ચે જંગ થશે!

IND vs SA: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે T20 વર્લ્ડ કપના સુપર 8ના પોતાના પહેલા મુકાબલામાં જ્યારે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. ત્યારે ધ્યાન ફક્ત ખેલાડીઓ પર જ નહીં પરંતુ હરીફ ટીમો માટે રણનીતિ બનાવવા માટે પડદા પાછળ કામ કરતા બે ભાઈઓ પર પણ રહેશે.

આવા મંચ પર પહેલી વાર બે ભાઈઓ મોર્ને મોર્કેલ અને આલ્બી મોર્કેલ સામ સામે પક્ષે હશે, જે અનુક્રમે ભારતના બોલિંગ કોચ અને દક્ષિણ આફ્રિકાના સલાહકાર તરીકે સેવા આપશે.

હાલમાં એલ્બી મોર્કેલે તાજેતરમાં મજાકમાં કહ્યું હતું કે, ના… અમે હમણાં એકબીજા સાથે વાત નથી કરી રહ્યા. અમારી માતા અમારા કરતાં વધુ ચિંતિત છે. તેમને ખબર નથી કે ભારતને ટેકો આપવો કે દક્ષિણ આફ્રિકાને.

નોંધનીય છે કે બંને ટીમો T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં અજેય રહીને સુપર 8 માટે ક્વોલિફાય થઈ હતી. સુપર 8માં બંને ટીમો વચ્ચે આ પહેલી મેચ હશે. મોર્ને એ પણ સ્વીકાર્યું કે તેણે તેના મોટા ભાઈ સાથે વધુ વાતચીત કરી નથી. આ દરમિયાન , BCCIએ એક વિડિયો શેર કર્યો છે જેમાં એલ્બી મોર્કલે હસતાં હસતાં ભારતને ચેતવણી આપી છે.

મોર્ને મોર્કેલે કહ્યું- મારું કામ સરળ છે. મારે રવિવારે ટીમ ઈન્ડિયાને હરાવવાના રસ્તા શોધવા પડશે. બાય ધ વે, અમે મારા પહેલા કોચિંગ કાર્યકાળ દરમિયાન સાથે કામ કર્યું હતું અને સાચું કહું તો મેં જ મોર્નેને સારા બોલિંગ કોચ બનવાની યુક્તિઓ શીખવી હતી.

બીજી તરફ મોર્ને મોર્કેલે ભારતીય ટીમના બોલિંગ કોચ તરીકે દબાણનો સ્વીકાર કર્યો. તેણે કહ્યું- આ પદ પર હંમેશા અપેક્ષાઓનો ભારે બોજ રહે છે, પરંતુ હું ભાગ્યશાળી છું કે અમારા જૂથમાં ખૂબ જ અનુભવી લોકો છે જે માનસિક દબાણને ઓછું કરવામાં મદદ કરે છે.

બે ભાઈઓ વચ્ચેની જંગ
બંને ભાઈઓએ સ્પષ્ટ કર્યું કે મેદાન પર લાગણીઓ અવરોધ નહીં આવે. બાળપણની યાદો શેર કરતા આલ્બીએ સમજાવ્યું કે તેમના બાળપણની મોટાભાગની રમતો દલીલો અથવા આંસુઓમાં સમાપ્ત થતી હતી. તેને યાદ છે કે મોર્ન નાનો હતો ત્યારે ખૂબ રડતો હતો.

આલ્બીએ આગળ કહ્યું, તે ભારત માટે કામ કરે છે. હું દક્ષિણ આફ્રિકા માટે કામ કરું છું. અમારું લક્ષ્ય એક જ છે. રવિવારની મેચ જીતવી. કૌટુંબિક મસ્તી ઠીક છે પણ મેદાન પર અમે સંપૂર્ણપણે વ્યાવસાયિક છીએ.

બંને ટીમો આ મુજબ હશે

ભારત
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઈશાન કિશન, અભિષેક શર્મા, તિલક વર્મા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ.

દક્ષિણ આફ્રિકા
એઇડન માર્કરામ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રેયાન રિકલ્ટન, ડેવાલ્ડ બ્રેવિસ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કાગિસો રબાડા, લુંગી એનગિડી, કેશવ મહારાજ, કોર્બિન બોશ, એનરિચ નોર્ટજે, ક્વેના મ્ફાકા, જ્યોર્જ લિન્ડે, જેસન સ્મિથ.