UpdatedIST

Ind vs SA Live Streaming: અમદાવાદના મેદાનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મહામુકાબલો; જાણો પિચ રિપોર્ટ, હવામાન અને લાઈવ સ્ટ્રીમિંગની વિગતો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 07:00 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સાંજે 6:30 વાગ્યે ઉછાળવામાં આવશે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 22 Feb 2026 12:09 PM (IST)Updated: Sun 22 Feb 2026 12:09 PM (IST)
t20-world-cup-2026-india-vs-south-africa-super-8-live-streaming-696545

India vs South Africa Super 8 Live Streaming: 22 ફેબ્રુઆરી 2026ના રોજ ક્રિકેટ પ્રેમીઓની નજર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ટકેલી રહેશે. T20 વર્લ્ડ કપના સુપર-8 તબક્કાની સૌથી મોટી મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા આમને-સામને થશે. બંને ટીમો આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી, જે આ મુકાબલાને વધુ રસાકસિભર્યો બનાવે છે. 2024ના T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને ટ્રોફી જીતી હતી, ત્યારે પ્રોટીઝ ટીમ તે હારનો બદલો લેવા ચોક્કસપણે એડીચોટીનું જોર લગાવશે.

ક્યારે અને ક્યાં જોશો લાઈવ મેચ?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 07:00 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સાંજે 6:30 વાગ્યે ઉછાળવામાં આવશે.

  • ટીવી પ્રસારણ: સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (Star Sports).
  • લાઈવ સ્ટ્રીમિંગ: જીઓ હોટસ્ટાર (JioHotstar) એપ અને વેબસાઇટ પર.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ: પિચ રિપોર્ટ

  • અમદાવાદની પિચ હંમેશા બેટ્સમેનોની ફેવરિટ રહી છે. ચાલુ વર્લ્ડ કપના આંકડા જોઈએ તો અહીં રમાયેલી ત્રણ મેચોમાં હાઈ-સ્કોરિંગ મુકાબલા જોવા મળ્યા છે.
  • છ ઇનિંગ્સમાંથી પાંચ વાર ટીમોએ 170થી વધુ રન બનાવ્યા છે.
  • અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની છેલ્લી મેચ અહીં જ રમાઈ હતી, જે સુપર ઓવર સુધી ખેંચાઈ હતી.
  • રવિવારની મેચમાં પણ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે. જોકે, સ્પિનરોને મધ્ય ઓવરોમાં થોડી મદદ મળી શકે છે.

હવામાનની આગાહી

સુપર-8ની પ્રથમ મેચ (પાકિસ્તાન વિ. ન્યુઝીલેન્ડ) વરસાદમાં ધોવાઈ ગઈ હતી, પરંતુ અમદાવાદમાં ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. રવિવારે અહીં આકાશ એકદમ સાફ રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. તાપમાન મહત્તમ 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જે ખેલાડીઓ માટે થોડું પડકારજનક હોઈ શકે છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-XI

ટીમ ઇન્ડિયા: અભિષેક શર્મા, ઇશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (C), શિવમ દુબે, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.

દક્ષિણ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક, એડન માર્કરામ (C), રાયન રિકેલ્ટન, ડેવાલ્ડ બ્રુઇસ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, કાગીસો રબાડા અને લુંગી ન્ગીડી.

આ મેચ જે ટીમ જીતશે તેની સેમિફાઇનલની રાહ ઘણી સરળ થઈ જશે. ભારત માટે જસપ્રીત બુમરાહની બોલિંગ અને સૂર્યકુમારની કેપ્ટનશીપ મહત્વની રહેશે, જ્યારે દક્ષિણ આફ્રિકા તેના મજબૂત પેસ એટેક (રબાડા અને ન્ગીડી) પર નિર્ભર રહેશે. રવિવારની સાંજ ચોક્કસપણે રોમાંચક રહેવાની છે.