Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશીએ મચાવી તબાહી, જિતેન શર્માએ પણ કરી ધમાકેદાર બેટિગ; ઈન્ડિયા-Aએ UAE સામે મેળવી શાનદાર જીત

આ T20 મેચમાં ભારત A એ પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટ ગુમાવીને 297 રન બનાવ્યા છે. વૈભવ સૂર્યવંશીએ 144 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. કેપ્ટન જીતેશ શર્માએ અણનમ 83 રન બનાવ્યા હતા.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 14 Nov 2025 09:28 PM (IST)Updated: Fri 14 Nov 2025 09:28 PM (IST)
india-a-beat-united-arab-emirates-by-148-run-acc-mens-asia-cup-rising-stars-2025-vaibhav-suryavanshi-jitesh-sharma-638357

ACC Mens Asia Cup Rising Stars 2025માં ઈન્ડિયા A ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ગ્રુપ-Bની એક મેચમાં ઈન્ડિયા-Aએ UAEને 148 રનથી હાર આપી છે. ભારતીય A ટીમની વિશાળ જીતમાં વૈભવ સૂર્યવંશી અને કેપ્ટન જિતેન શર્માએ મહત્વની ભૂમિકા ભજવી છે.

આ T20 મેચમાં ભારત A એ પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટ ગુમાવીને 297 રન બનાવ્યા છે. વૈભવ સૂર્યવંશીએ 144 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. કેપ્ટન જીતેશ શર્માએ અણનમ 83 રન બનાવ્યા હતા. જવાબમાં UAE ટીમ સાત વિકેટ ગુમાવીને માત્ર 149 રન જ બનાવી શકી હતી.

વૈભવ સૂર્યવંશીએ ભારે તબાહી મચાવી
ભારત A એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રિયાંશ આર્ય (10) કમનસીબે રન આઉટ થયો હતો, પરંતુ બીજા છેડે ઉભેલા વૈભવ સૂર્યવંશીએ તેની પાવર-હિટિંગનું વધુ એક પ્રદર્શન કર્યું હતું. વૈભવે ફક્ત 32 બોલમાં તેની સદી પૂરી કરી અને નમન ધીર (34) સાથે મળીને 57 બોલમાં 163 રનની ભાગીદારી નોંધાવી હતી.

જીતેશે પણ ધૂમ મચાવી

વૈભવ ત્યાં જ અટક્યો નહીં પણ તેણે 42 બોલમાં 11 ચોગ્ગા અને 15 છગ્ગાની મદદથી 144 રન ફટકાર્યા હતા અને UAEના બોલરોને બરબાદ કરી દીધા હતા. કેપ્ટન જીતેશ શર્માએ પણ ધમાકેદાર પ્રદર્શન કર્યું. તેણે 32 બોલમાં 6 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી અણનમ 83 રન બનાવ્યા હતા.

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી UAE ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેણે પાંચ રનના સ્કોર સુધી પહોંચતા પહેલા ચાર વિકેટ ગુમાવી દીધી. જોકે, શોએબ ખાને એક છેડો પકડી રાખ્યો અને 41 બોલમાં 63 રનની લડાયક ઇનિંગ રમી. જોકે તે ટીમને વિજય અપાવી શક્યો નહીં.

ભારતની વિજયી શરૂઆત
ભારત માટે ગુર્જપનીત સિંહે ચાર ઓવરમાં 18 રન આપીને ત્રણ વિકેટ લીધી છે. હર્ષ દુબેએ બે વિકેટ લીધી હતી. ભારતે ટુર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી છે. વૈભવ સૂર્યવંશીને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.