India A vs Pakistan A: ભારતીય ક્રિકેટ ટીમ જ્યાં એક બાજુ ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી રમી રહ્યું છે ત્યારે બીજી બાજુ દોહામાં એશિયા કપ રાઈઝીંગ સ્ટાર્ટમાં ઈન્ડિયા-Aની ટીમ ભાગ લઈ રહી છે. ઈન્ડિયા-A જિતેન શર્માની કેપ્ટનશીપમાં પહેલી મેચમાં UAEને પરાજય આપ્યા બાદ બીજી મેચમાં પાકિસ્તાન-A સામે મોટા પરાજયનો સામનો કરવો પડ્યો છે. હવે ટીમ ઈન્ડિયા-A પાસે આ હારનો બદલો લેવાની એક મળશે. આ માટે આ સમીકરણને સમજીએ.
ભારતનો હવે પછીનો મુકાબલો ઓમાન સામે છે, પાકિસ્તાને સેમિફાઇનલમાં જગ્યા બનાવી
પાકિસ્તાન A એ તેની પહેલી બે મેચ જીતીને એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સની સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.આ દરમિયાન ભારત A તેની બે મેચમાંથી એક જીતી છે અને અત્યારના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.
ભારતીય ટીમનો આગામી મુકાબલો ઓમાન સામે 18 નવેમ્બરના રોજ રમાનાર છે.ઓમાનના પણ બે પોઈન્ટ છે અને તે ત્રીજા સ્થાને છે. તેનો અર્થ એ થયો કે જો ભારત A તેની બીજી મેચમાં ઓમાનને હરાવે છે તો તે પણ સેમિફાઇનલમાં જગ્યા નિશ્ચિત કરી લેશે.
બીજા ગ્રુપમાં પણ ભારે સ્પર્ધા જોવા મળે છે
બીજા ગ્રુપમાં બાંગ્લાદેશ,શ્રીલંકા અને અફઘાનિસ્તાન દરેકના 2-2 પોઈન્ટ છે.આ ગ્રુપમાંથી બે ટીમ પણ સેમિફાઇનલમાં પહોંચશે. ભારતીય ટીમે પહેલા તેની આગામી મેચ જીતવી પડશે અને પછી સેમિફાઇનલમાં જે ટીમનો સામનો કરવો પડશે તેને પણ જીતવી પડશે.તેનાથી ભારત A ટીમ ફાઇનલમાં પહોંચશે.
જો પાકિસ્તાની ટીમ પણ તેની સેમિફાઇનલ મેચ જીતે છે તો તે પણ ફાઇનલમાં પહોંચશે.આમ ભારત અને પાકિસ્તાન ફરી એકવાર ફાઇનલમાં એકબીજાનો સામનો કરી શકે છે.
એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સની ફાઇનલ 23 નવેમ્બરે રમાશે
એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સની સેમિફાઇનલ 21 નવેમ્બરે રમાશે.બંને સેમિફાઇનલ એક જ દિવસે યોજાશે ત્યારબાદ 23 નવેમ્બરે ફાઇનલ રમાશે.અગાઉ જ્યારે તાજેતરમાં એશિયા કપ 2025 ટુર્નામેન્ટ રમાઈ હતી ત્યારે ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં ટકરાયા હતા.આ જ પરિસ્થિતિ ફરીથી બની શકે છે.
ભારતે એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું હતું.હવે ભારતીય ટીમ પાસે આવી જ તક હોઈ શકે છે.જો આવું થાય તો ટીમ ઇન્ડિયા ફક્ત લીગ મેચોમાં પોતાની હારનો બદલો લેવા ઉપરાંત ટાઇટલ પણ કબજે કરશે. જોકે આગામી મેચો આ માટે મહત્વપૂર્ણ રહેશે.
