IPL 2026 Points Table: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 22મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ પોતાના હોમ ગ્રાઉન્ડ એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે શાનદાર પ્રદર્શન કરતા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 32 રને પરાજય આપ્યો છે. સીઝનની શરૂઆતમાં સતત ત્રણ હાર બાદ, ચેન્નાઈએ હવે જીતની લય પકડી લીધી છે અને આ તેમની સતત બીજી જીત છે. બીજી તરફ, KKR માટે આ હાર મુસીબતનો પહાડ લઈને આવી છે, કારણ કે તેઓ હજુ પણ જીતના ખાતા માટે વલખાં મારી રહ્યા છે.
ચેન્નાઈ સામે કોલકાતાની હાર થઇ
ચેન્નાઈના મેદાન પર રમાયેલી આ મેચમાં CSK ના બેટ્સમેનોએ આક્રમક વલણ અપનાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ નિર્ધારિત 20 ઓવરમાં 192 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. 193 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. KKR ના બેટ્સમેનો ચેન્નાઈના સ્પિનરો સામે સંઘર્ષ કરતા નજર આવ્યા અને નિર્ધારિત ઓવરોમાં માત્ર 160 રન જ બનાવી શક્યા હતા. પરિણામે, ચેન્નાઈએ 32 રનથી આરામદાયક વિજય મેળવીને પોઈન્ટ ટેબલમાં મહત્વના 2 અંક હાંસલ કર્યા છે.
આ પણ વાંચો
IPL 2026 પોઈન્ટ ટેબલની સ્થિતિ
આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાનેથી ઉછળીને 8મા સ્થાને પહોંચી ગઈ છે. 5 મેચોમાં 2 જીત અને 3 હાર સાથે ટીમના ખાતામાં હવે 4 પોઈન્ટ છે. જોકે, ટીમનો નેટ રન રેટ (-0.846) હજુ પણ ચિંતાનો વિષય છે. બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સની હાલત અત્યંત દયનીય છે. 5 મેચોમાંથી 4 માં હાર અને એક મેચ વરસાદને કારણે રદ થતા તેમની પાસે માત્ર 1 પોઈન્ટ છે. KKR હાલમાં પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાને છે અને તેમનો નેટ રન રેટ (-1.383) તમામ ટીમોમાં સૌથી ખરાબ છે.
IPL 2026 POINTS TABLS. 📊 pic.twitter.com/PVIwtLMIkJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 14, 2026
ટોચની ટીમો વચ્ચે જંગ
IPL 2026 ના પોઈન્ટ ટેબલ પર અત્યારે રાજસ્થાન રોયલ્સનું વર્ચસ્વ છે, જે 5 માંથી 4 જીત સાથે 8 પોઈન્ટ મેળવી પ્રથમ સ્થાને છે. પંજાબ કિંગ્સે 4 મેચમાં 3 જીત અને 7 પોઈન્ટ સાથે બીજા ક્રમે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 4 મેચમાં 3 જીત સાથે ત્રીજા સ્થાને. સનરાઇઝર્સ હૈદરાબાદે 5 મેચમાં 2 જીત સાથે ચોથા ક્રમે. દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ પણ 2-2 જીત સાથે રેસમાં જળવાયેલા છે.
