IPL 2026 Purple Cap: રાજસ્થાન રોયલ્સના બોલરોનો દબદબો, રવિ બિશ્નોઈ અને નાંદ્રે બર્ગર ટોચના બે સ્થાનો પર બિરાજમાન

IPL 2026 Purple Cap: IPL 2026માં મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામેની શાનદાર જીત બાદ, પર્પલ કેપની રેસમાં રાજસ્થાન રોયલ્સ (RR) ના બોલરોએ ટોચના બે સ્થાનો પર કબજો જમાવી લીધો છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 08 Apr 2026 10:07 AM (IST)Updated: Wed 08 Apr 2026 10:07 AM (IST)
ipl-2026-purple-cap-top-contenders-updated-8-april-2026-ravi-bishnoi-nandre-burger-723821

IPL 2026 Purple Cap Top Contenders Updated 8 April 2026: IPL 2026માં રાજસ્થાન રોયલ્સ (RR) ની ટીમ માત્ર બેટિંગમાં જ નહીં પરંતુ બોલિંગમાં પણ વિરોધી ટીમો પર ભારે પડી રહી છે. મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામેની શાનદાર જીત બાદ, પર્પલ કેપની રેસમાં રાજસ્થાનના બોલરોએ ટોચના બે સ્થાનો પર કબજો જમાવી લીધો છે. ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાને મુંબઈને 27 રનથી હરાવી જીતની હેટ્રિક પૂર્ણ કરી છે.

RR vs MI: વરસાદી વિઘ્ન છતાં રાજસ્થાનની ધારદાર બોલિંગ

વરસાદને કારણે મેચને પ્રતિ ટીમ 11 ઓવરની કરવામાં આવી હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 151/3 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નિર્ધારિત ઓવરોમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 123 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં તો મોખરે છે જ, સાથે પર્પલ કેપ પણ આ ટીમના ખેલાડી પાસે છે.

RR vs MI: રવિ બિશ્નોઈ પાસે 'પર્પલ કેપ'

રાજસ્થાન રોયલ્સના સ્ટાર સ્પિનર રવિ બિશ્નોઈએ આ સીઝનમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. મુંબઈ સામેની મેચમાં તેણે 2 ઓવરમાં 25 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી. આ સાથે જ તે 3 મેચમાં કુલ 7 વિકેટ સાથે IPL 2026 માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે.

IPL 2026 Purple Cap: સૌથી વધુ વિકેટ ઝડપનાર ટોપ-10 બોલર્સ

ખેલાડીમેચવિકેટસરેરાશ
રવિ બિશ્નોઈ3711.71
નાંદ્રે બર્ગર3515.20
વિજયકુમાર વૈશાખ3514.40
જેકબ ડફી2516.00
અંશુલ કમ્બોજ3524.40
ટી નટરાજન2413.25
પ્રિન્સ યાદવ2413.50
હર્ષ દુબે3417.50
લુંગી એનગિડી2415.25
પ્રસિદ્ધ કૃષ્ણા2418.00