Smriti Mandhana Video: સ્મૃતિ મંધાનાના પિતાએ સંગીતમાં કર્યો હતો ડાન્સ,ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો

લગ્નની સવારે સ્મૃતિ મંધાનાના પિતાની તબિયત બગડી ગઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કારણે લગ્ન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 23 Nov 2025 10:33 PM (IST)Updated: Sun 23 Nov 2025 10:33 PM (IST)
smriti-mandhana-father-shrinivas-mandhana-danced-at-the-sangeet-function-video-viral-643226

Smriti Mandhana Father Dance Video: ભારતીય મહિલા ક્રિકેટ સ્ટાર સ્મૃતિ મંધાના (Smriti Mandhana)અને સંગીતકાર પલાશ મુચ્છલના લગ્ન(Smriti Mandhana Palash Mucchal Wedding) ઓચિંતા જ મુલતવી રાખવામાં આવ્યા છે.

લગ્નની સવારે સ્મૃતિ મંધાનાના પિતાની તબિયત બગડી ગઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કારણે લગ્ન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા છે. મંધાનાના મેનેજર તુહિન મિશ્રાએ આ વાતની પુષ્ટિ કરી છે. અલબત મંધાનાના પિતા ગઈકાલે સાંજે તેમની પુત્રીના સંગીતમાં ખૂબ જ હાજર રહ્યા હતા અને ડાંસ કર્યો હતો. આ અંગેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સ્મૃતિ મંધાનાના પિતાએ સંગીતમાં ડાંસ કર્યો

ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુછલના લગ્ન ઘણા સમયથી ચર્ચામાં છે. હલ્દી, મહેંદી અને સંગીત સમારોહના ફોટા અને વીડિયો સામે આવી રહ્યા છે. જોકે મંધાનાના પિતાની ખરાબ તબિયતને કારણે લગ્નનો માહોલ ગરમાયો છે. આ દરમિયાન સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાનો ડાન્સ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે તે તેની પુત્રીના સંગીત પર કેટલો ઉત્સાહથી નૃત્ય કરે છે અને કાર્યક્રમનો આનંદ માણે છે. પહેલા તે 'ના ના ના ના રે' ગીત પર ડાંસ કર્યો હતો ત્યારબાદ તે તેની પુત્રી સ્મૃતિ સાથે 'દેશી ગર્લ' પર ડાંસ કરે છે. આ દરમિયાન સ્મૃતિની માતા પણ 'દેશી ગર્લ' પર ડાંસ કરતી જોવા મળે છે.

લગ્ન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા
સ્મૃતિ મંધાનાના લગ્નના સમાચાર જાહેર થયા ત્યારથી દરેક વ્યક્તિ તેમના લગ્નની તારીખ વિશે ઉત્સુક છે. જોકે તેમના મેનેજરે સ્પષ્ટતા કરી છે કે સ્મૃતિના પિતાની તબિયત સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધી લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે.

મેનેજરે કહ્યું કે આજે સવારે જ્યારે સ્મૃતિ મંધાનાના પિતા નાસ્તો કરી રહ્યા હતા ત્યારે તેમને અસ્વસ્થતા અનુભવવા લાગી. અમે થોડીવાર રાહ જોઈ પરંતુ તેમની તબિયત સુધરવાને બદલે વધુ ખરાબ થઈ ગઈ. તેથી અમે જોખમ ન લેવાનું નક્કી કર્યું અને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી હતી. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓ હાલમાં નિરીક્ષણ હેઠળ છે. સ્મૃતિ મંધાનાએ તેમના પિતા સ્વસ્થ થાય ત્યાં સુધી લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો.