Smriti Mandhana: ભારતીય મહિલા ક્રિકેટ સ્ટાર સ્મૃતિ મંધાના(Smriti Mandhana)ના લગ્ન ઓચિંતા જ મોકૂફ રાખવામાં આવ્યા બાદ તેમની સૌ પ્રથમ પોસ્ટ સામે આવી છે. જોકે તેમની પોસ્ટથી તેમના ફેન્સને તેમની આંગળીમાંથી ગાયબ એંગેજમેન્ટ રિંગને લઈ જાણકારી મેળવવા વધુ ઉત્સુકતા છે.
સ્મૃતિ મંધાનાની પોસ્ટ
આ પોસ્ટ એક ટૂથપેસ્ટ જાહેરાત કેમ્પેઈનનો હિસ્સો છે. જોકે ફોકસ બ્રાન્ડ પર નહીં પણ સ્મૃતિની રિંગ પર છે. લોકોએ ટિપ્પણી કરી પૂછ્યું છે કે રિંગ ક્યાં ગઈ? કેટલાક ફેન્સે કહ્યું કે કદાંચ વીડિયો એંગેજમેન્ટ અગાઉ શૂટ થયો હશે. કેટલાક લોકોએ રિંગ નહીં હોવાની બાબતને સંબંધોમાં તણાવના સંકેત તરીકે તુક્કો લગાવ્યો છે. એક ફેન્સે લખ્યું સ્માઈલ પરત આવી ગઈ, પણ રિંગ ગાયબ છે. અન્ય એક ફેન્સે લખ્યું- ચહેરા પર સ્મિત છે, પણ અવાજ અને આંખોમાં ઉદાસીનતા જોવા મળે છે.
લગ્ન છેલ્લી ઘડીએ કેમ મોકૂફ રાખવામાં આવ્યા
અહેવાલ પ્રમાણે સ્મૃતિ અને પલાશ મચ્છલના લગ્ન 23 નવેમ્બરના રોજ થવાના હતા. પણ ઓચિંતા જ સ્મૃતિના પિતાની તબિયત બગડી ગઈ અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં જવું પડ્યું. તે દરમિયાન પલાશને પણ તણાવ તથા થાકને લીધે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. આ સંજોગોમાં બન્ને પરિવારે લગ્ન હાલ પૂરતા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો
બન્ને પરિવારે આ વાત કહી
પલાશની બહેન પલકે કહ્યું હતું કે પરિવાર ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને સૌને થોડો સમય જોઈએ છે. પલાશની માતાએ પણ કહ્યું કે પરિવારનું સ્વાસ્થ પહેલા અને લગ્ન બાદમાં. આ દરમિયાન પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટથી પ્રી-વેડિંગ પોસ્ટ પણ હટાવી દેવામાં આવી, જેથી લોકોના મનમાં અનેક પ્રશ્નો થવા લાગ્યા.
હવે લગ્નને લઈ શું અપડેટ છે
અત્યાર સુધી સ્મૃતિ કે પલાશે રિંગ મુદ્દે અથવા લગ્નની તારીખ અંગે કોઈ માહિતી આપી નથી. પરિવારે ફક્ત એટલું જ કહ્યું છે કે સૌ ઠીક થાય ત્યારબાદ જ નવી તારીખ અંગે વિચાર કરવામાં આવશે.
