Yuvraj-Annalia Photos: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના એક ફોટોશૂટે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તેમાં તે એક વિદેશી યુવતી સાથે જોવા મળે છે. જોકે આ યુવતી કોણ છે તે કોઈને ખ્યાલ આવ્યો નથી. યુવરાજે સમુદ્રની વચ્ચે એક જહાજ પર તેની સાથે ફોટોશૂટ માટે પોઝ આપ્યા.
યુવરાજ અને તે યુવતી ઉપરાંત ઘણી અન્ય મોડેલો પણ જોવા મળી હતી. આ ફોટોશૂટમાં યુવરાજ સહિત દરેક વ્યક્તિ બીચ વેરમાં જોવા મળ્યા.
ગ્રુપ ફોટા ઉપરાંત યુવરાજના તે યુવતી સાથેના અલગ ફોટા પણ જોવા મળ્યા, જેનાથી ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ ફોટાએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું. તો ચાલો તમને જણાવીએ કે તે યુવતી કોણ છે…
હકિકતમાં યુવરાજ સાથે જોવા મળતી યુવતી કેનેડિયન ટેનિસ ખેલાડી અને મોડેલ એનીલિયા ફ્રેઝર છે.
તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર એનિલિયાએ ટેનિસ, સ્પોર્ટ્સ મીડિયા અને એક્ટરનો સમાવેશ કરીને પોતાનો બાયો અપડેટ કર્યો છે. એનીલિયા અગાઉ ટેનિસ રમતી હતી, પરંતુ હવે તે મોડેલિંગ, એન્કરિંગ અને અભિનયમાં વ્યસ્ત છે.

ફ્રેઝર નિયમિતપણે તેના ટેનિસ અને મોડેલિંગ કારકિર્દીના વિશિષ્ટ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે, જ્યાં તેના 44,000થી વધુ ફોલોઅર્સ છે .
એનીલિયાએ યુવરાજની સાથે એક એડ કેમ્પેઇન અંતર્ગત ફોટો શૂટ કરાવ્યું. આ એડ કેમ્પેઇન ફાઈનો ટેકિલા નામની એક કંપની છો, જેનો યુવરાજ બ્રાન્ડ એમ્બેસેડર છે.

એનીલિયા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને વારંવાર ગ્લેમરસ ફોટા શેર કરે છે. તેણીએ બિકીની અને વિવિધ પોશાક પહેરેલા બોલ્ડ લુકમાં અસંખ્ય ફોટા પણ શેર કર્યા છે. તેના ગ્લેમરસ લુક્સે ચાહકોનું ઘણું ધ્યાન ખેંચ્યું છે.

ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહે યુવરાજ સિંહના ફોટા પર કટાક્ષ કર્યો. તેણે મજેદાર કૉમેન્ટ કરી લખ્યું- પાજી, તમે ઘરે જવા માંગો છો કે નહીં?આટલી બધી યુવતીઓને ભેગી કરી છે. સારા વ્યક્તિ બની જાવ. હવે જોવાનું રહ્યું કે યુવરાજ આનો કેવો પ્રતિભાવ આપે છે.


આ તસવીરોને લઈને ફેન્સ પણ યુવરાજની મજા લઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું- તમે કઈ લાઈનમાં ફસાઈ ગયા છો, સર? બીજાએ યુવરાજની પત્ની હેઝલ કીચને ટેગ કરીને લખ્યું- જુઓ, ભાભી જી. તો અન્ય એક યુઝરે લખ્યું- એવું લાગે છે કે ભાભી તેના માતાપિતાના ઘરે ગય છે. જ્યારે એક યુઝરે લખ્યું- કિંગ ઓફ ગુડ ટાઈમ્સ!
