Duplicate Ghee: બનાસકાંઠાના ડીસા તાલુકાના ટેટોડા ગામમાં સ્ટેટિક વિજીલન્સ ટીમે દરોડો પાડીને નકલી ધી (બનાસ ડેરીના 'બનાસ ઘી' જેવી જ) બનાવતી એક ફેક્ટરી ઝડપી પાડી છે. આ ફેક્ટરીમાંથી મોટી માત્રામાં ડુપ્લિકેટ ઘી મળી આવ્યું છે, જે ગુજરાતમાં ખાદ્ય પદાર્થોની ભેળસેળનું ગંભીર કૌભાંડ દર્શાવે છે.
ફેક્ટરી માંથી શું મળ્યું?
પોલીસ અને વિજીલન્સની ટીમે બાતમીના આધારે વહેલી પરોઢે આ દરોડો પાડ્યો હતો. પોલીસે એક રહેણાંક મકાનમાંથી બનાસ ડેરીના ધીના સાત ભરેલા ડબ્બા જપ્ત કર્યા છે. આ ઉપરાંત, ધી બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ શંકાસ્પદ તેલ અને અન્ય સામગ્રી પણ મળી આવી છે. આ ફેક્ટરીમાં કપાસિયા તેલ, પામ તેલ અને અન્ય સસ્તા તેલનો ઉપયોગ કરીને ધી બનાવવામાં આવતું હતું, જેનો ગ્રાહકોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો ઊભો થાય છે. આ ફેક્ટરીના સંચાલક વિરુદ્ધ અગાઉ પણ નકલી ઘી બનાવવાના આરોપસર ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
આ પણ વાંચો
એસ ઓ જી દ્વારા તપાસ
આ ગંભીર ગુનાની ઊંડી તપાસ માટે SOG પોલીસે દરોડો પાડીને કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે નકલી ઘી ના નમૂનાઓ લેબમાં મોકલી આપ્યા છે. આ બનાવ બાદ બનાસકાંઠામાં બજારમાં વેચાતા અમૂલ પાર્લર પરના ધી અને અન્ય ઉત્પાદનોની પણ તપાસ થવી જરૂરી છે, જેથી ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય. આ ઘટના રાજ્યમાં નકલી ખાદ્ય પદાર્થોના વેચાણ પર સખત કાર્યવાહીની જરૂરિયાત દર્શાવે છે.
