GSEB: ધૂળેટીની રજાને કારણે ધોરણ 10-12ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર, જુઓ નવી તારીખો

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026ની જાહેર રજાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં ધૂળેટીની રજા 4 માર્ચના રોજ જાહેર થતાં, આ દિવસે યોજાનારી વિવિધ વિષયોની પરીક્ષાઓની તારીખો બદલવામાં આવી છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 06 Dec 2025 10:09 AM (IST)Updated: Sat 06 Dec 2025 10:09 AM (IST)
gseb-changes-in-exam-schedule-for-class-10-12-due-to-dhuleti-holiday-see-new-dates-650485

GSEB New Exam Date: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026ની જાહેર રજાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં ધૂળેટીની રજા 4 માર્ચના રોજ જાહેર થતાં, આ દિવસે યોજાનારી વિવિધ વિષયોની પરીક્ષાઓની તારીખો બદલવામાં આવી છે. બોર્ડના સચિવ દ્વારા આ ફેરફારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ધોરણ 10ની પરીક્ષામાં ફેરફાર

ધોરણ 10ની પરીક્ષામાં 4 માર્ચના રોજ સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર યોજાનાર હતું. હવે આ પરીક્ષાની તારીખ બદલીને નીચે મુજબની નવી તારીખે લેવામાં આવશે:

સામાજિક વિજ્ઞાન: 4 માર્ચને બદલે હવે તારીખ 18 માર્ચના રોજ સવારે 10:00 વાગ્યાથી બપોરના 1:15 વાગ્યા દરમિયાન લેવામાં આવશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં પણ ફેરફાર થયો છે:

જીવવિજ્ઞાન: 4 માર્ચને બદલે હવે તારીખ 16 માર્ચના રોજ બપોરના 3:00 વાગ્યાથી સાંજના 6:30 વાગ્યા દરમિયાન લેવામાં આવશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સંસ્કૃત પ્રથમા

સામાન્ય પ્રવાહ અને સંસ્કૃત પ્રથમા/મધ્યમાની પરીક્ષાઓમાં પણ નીચે મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે:

18 માર્ચના રોજ અન્ય વિષયોની પરીક્ષાઓ

ધોરણ 12 સામાન્ય પ્રવાહના અન્ય કેટલાક વિષયોની પરીક્ષા પણ 18 માર્ચના રોજ બપોરના 3:00 વાગ્યાથી સાંજના 6:15 વાગ્યા દરમિયાન યોજાશે, જેમાં નીચેના વિષયોનો સમાવેશ થાય છે:

બોર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકોને આ બદલાયેલા કાર્યક્રમની નોંધ લેવા અને તે મુજબ તૈયારીઓ ગોઠવવા સૂચના આપવામાં આવી છે.

પ્રવાહવિષયજૂની તારીખનવી તારીખસમય
સામાન્યનામાના મૂળતત્વો૪ માર્ચ૧૭ માર્ચબપોરે ૩:૦૦ થી ૬:૧૫
સંસ્કૃત પ્રથમાસામાજિક વિજ્ઞાનમ્૪ માર્ચ૧૬ માર્ચસવારે ૧૦:૦૦ થી ૧:૧૫
સંસ્કૃત મધ્યમાસમાજશાસ્ત્રમ્૪ માર્ચ૧૬ માર્ચબપોરે ૩:૦૦ થી ૬:૧૫