IPL 2027

BCCI એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા દ્વારા IPL એટલે કે ઈન્ડિયન પ્રિમિયર લીગની શરૂઆતનો પાયો 2007માં નંખાયો હતો. પ્રથમ એડિશન 2008માં રમાઈ હતી. 20 ઓવરના ફોર્મેટમાં તે વિશ્વની સૌથી લોક્રપ્રિય અને ધનવાન લીગ બની ગઈ છે. હાલ આઈપીએલની ટીમોની વાત કરીએ તો તેમા ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપીટલ, ગુજરાત ટાઈટન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદાબાદની ટીમો રમે છે.

















