શું તમે અમદાવાદમાં રહેણાંક માટે શ્રેષ્ઠ પોશ વિસ્તારો શોધી રહ્યા છો, તો આ માહિતી તમને ઉપયોગી થશે.
આજે અમે તમને અમદાવાદમાં તમામ સુવિધાઓ ઉપલ્ધ હોય તેવા રહેણાંક સ્થળો અને વિસ્તારો વિશે જણાવીશું.
પશ્ચિમ અમદાવાદમાં આવેલ એક અપ-માર્કેટ રહેણાંક અને કમ-વાણિજ્યિક તરિકે જાણીતો પ્રહલાદ નગર વિસ્તાર છે.
અમદાવાદમાં રહેણાંક અને કોમર્શિયલ દ્રષ્ટીકોણથી સાયન્સ સિટી રોડ સૌથી બેસ્ટ વિસ્તાર છે.
અમદાવાદનો S.G હાઇવે પોશ એરિયામાં આવે છે, તમે અમદાવાદમાં રહેવા માટે સારું લોકેશન શોધી રહ્યા હોવ તો આ તમારા માટે બેસ્ટ છે.
પશ્ચિમ અમદાવાદમાં વધુ એક પોશ વિસ્તાર છે. સિંધુ ભવન રોડ વિવિધ રૂપરેખાંકનોમાં રહેણાંક મિલકતો ઓફર કરે છે.
આંબલી - બોપલ એ અમદાવાદમાં સૌથી ઝડપથી વિકસતું રહેણાંક માઈક્રો માર્કેટ છે.
અમદાવાદના પોશ એરિયામાં થલતેજ સૌથી પ્રથમ આવે છે, આ વિસ્તાર રહેવા માટે સરળ અને સુવિધાસભર છે.
મધ્ય અમદાવાદ શહેરમાં સૌથી મોંઘી રિયલ એસ્ટેટ ધરાવે છે, જેમાં ચીમનલાલ ગિરધારીલાલ રોડ (CG રોડ), આંબાવાડી અને લૉ ગાર્ડન જેવા મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં સેટેલાઈટ સિટી એ શહેરના સૌથી પોશ રહેણાંક વિસ્તારો પૈકી એક ગણવામાં આવે છે. આ વિસ્તાર તેના ઉત્કૃષ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુઆયોજિત લેઆઉટ અને વિપુલ પ્રમાણમાં લીલી જગ્યાઓ માટે જાણીતો છે.
ગોતા એ અમદાવાદનો સૌથી પોશ વિસ્તાર છે. તે તેના અપસ્કેલ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ, ગ્રીન સ્પેસ અને લોકપ્રિય શોપિંગ અને મનોરંજન કેન્દ્રોની નિકટતા માટે જાણીતું છે.
ઉત્તર પશ્ચિમ અમદાવાદમાં આવેલ ચાંદખેડા વિસ્તારનો કોમર્શિયલ-કમ અને રહેણાંક તરીકે વધુ વિકાસ થયો છે.
અમદાવાદ સહિત અન્ય શહેરોની આવી અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.