પરાઠાની યુનિક રેસીપી ટ્રાય કરવા માંગતા હોવ તો, તમે મોમોઝ પરાઠા ઘરે બનાવી શકો છો.
કોબીજ, ગાજર, કેપ્સિકમ, લીલા કઠોળ, આદુ-લસણ-ડુંગળી, ઘઉંનો લોટ, મીઠું, ઘી-તેલ, કાળા મરી પાઉડર, સોયા સોસ, લીલા મરચાં.
સૌ પ્રથમ બધી શાકભાજીને ધોઈને સમારીને એક મિક્ષર જારમાં પીસી લો.
હવે એક નોન સ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં બધી કચુંબરને હળવી સાંતળી લો.
હવે તેમાં કાળા મરી પાઉડર, મીઠું અને કોથમરી ઉમેરીને મિક્સ કરી લો.
હવે એક બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું અને પાણી ઉમેરીને બોટ બાંધી લો.
હવે લોટમાંથી લૂઓ લઈ પાટલા પર રોટલી બનાવી તેની પર તૈયાર કરેલ સ્ટફિંગ ભરી ફરીથી રોટલીને વણીને પરાઠા બનાવો.
હવે એક તવો ગરમ કરી તેની પર પરાઠા મુખી એક ચમચી તેલ લગાવીને શેકી લો.
તૈયાર છે મોમોઝ પરાઠા, તમે મનપસંદ ચટણી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.