અમદાવાદના સિંધુ ભવન રોડને હાલ શહેરનો પોશ વિસ્તાર ગણવામાં આવે છે. કોઈ રાજ્ય કે દેશની ગૌરવવંતી વાત હોય એટલે લોકો સિંધુ ભવન રોડ પર ઉમટી પડે છે.
આજે અહીં ગુજરાતી જાગરણ તમને સિંધુ ભવન રોડના આકર્ષણો વિશે જણાવશે.
આરસીસીથી બનેલો સિંધુ ભવન રોડ જ લોકોનું ધ્યાન ખેચે તેવો છે.
સિંધુ ભવન રોડનું લાઈટિંગ આઈકોનિક રોડ જેવું છે. જે તમને વિદેશની ફીલ અપાવે છે.
બાળકો માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે. ગોટીલા ગાર્ડન ખુબ જ વિશાણ અને સરસ ગ્રીનરી હોવાથી લોકો શનિ-રવિની રજામાં મોટી સંખ્યામાં આવે છે.
અહીંનો ઓક્સિજન પાર્ક હાલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
સિંધુ ભવન પરની તાજ હોટલ સિંધુ ભવનની ભવ્યતામાં ચાર ચાંદ લગાવે છે. રાત્રીના સમયે આ તાજ હોટેલનું લાઈટિંગ દૂરથી લોકોનું ધ્યાન ખંચે છે.
સિંધુ ભવન રોડ પર સરકાર દ્વારા અવારનવાર શોપિંગ ફેસ્ટિવલ યોજવામાં આવે છે.
સિંધુભવન પર આવેલા ગેમઝોન પણ આકર્ષણનું કેન્દ્ર હતા. જે હાલ કોઈકારણોસર બંધ છે.
અમદાવાદ સહિત અન્ય શહેરોની આવી અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.