સરકારી કર્મચારીઓની સેલેરી ડબલ થઈ જશે ?


By Kajal Chauhan05, Apr 2025 05:15 PMgujaratijagran.com

8મું પગારપંચ ક્યારે લાગુ થશે

સરકાર દ્વારા 8માં પગારપંચની જાહેરાત કરી દેવામાં આવી છે. લગભગ જાન્યુઆરી 2026 માં તે લાગુ થઈ શકે છે. તેની સાથે જ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર પણ વધી જશે.

7મું પગાર પંચ

હાલમાં 7મા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને લઘુત્તમ મૂળ પગાર 18,000 અને પેન્શનરોને લઘુત્તમ પેન્શન 9,000 મળી રહ્યું છે.

હાલ કેટલો લઘુત્તમ પગાર છે

કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ પગાર હવે દર મહિને 27,900 (મૂળ+DA) છે. લઘુત્તમ પેન્શન હવે 13,950 (મૂળભૂત+DR) છે.

ફિટમેન્ટ ફેક્ટર કેટલું હશે

નિષ્ણાતો માને છે કે નવું ફિટમેન્ટ ફેક્ટર 1.92 થી 2.86 ની વચ્ચે હોઈ શકે છે. જો સરકાર ફિટમેન્ટ ફેક્ટર વધારીને 2 કરે છે તો તેનાથી લઘુત્તમ પગારમાં લગભગ 100 ટકાનો વધારો થઈ શકે છે.

ખાતામાં ક્યારે પૈસા આવશે

સરકારી કર્મચારીઓના ખાતામાં નવો પગાર વધીને આવતાં 2027 આવી શકે છે અને 12 મહિનાનો પગાર વધારા સાથે જમા થવાની સંભાવના છે.

સરકારને ક્યારે સોંપાશે રિપોર્ટ

8મા પગાર પંચની રચના પછી આ પંચ 15 થી 18 મહિનાની અંદર સરકારને પોતાની રિપોર્ટ સોંપશે. સરકાર તેના પર સમીક્ષા કરશે અને ત્યારબાદ તેને લાગુ કરશે.

Bhungla Batata Recipe: ઘરે બનાવો કાઠિયાવાડી સ્ટાઈલ લસણીયા ભુંગળા બટેટા