Bhungla Batata Recipe: ઘરે બનાવો કાઠિયાવાડી સ્ટાઈલ લસણીયા ભુંગળા બટેટા


By Vanraj Dabhi05, Apr 2025 02:48 PMgujaratijagran.com

લસણીયા ભૂંગળા બટેટા

દરેક લોકએ ભૂંગળા બટેટા તો ખાધા જ હશે પરંતુ આજે અમે તમને કાઠિયાવાડી લસણીયા ભૂંગળા બટેટાની યુનિક રેસીપી જણાવીશું.

સામગ્રી

બટાકા, કાશ્મીરી લાલ મરચું, તેલ, હળદર, કાળું મીઠું, લસણ , હિંગ, મીઠું, ધાણા જીરું પાવડર, લીંબુનો રસ, ખજૂર આમલી ચટણી, શીંગદાણા, ભુંગાળા.

સ્ટેપ-1

સૌ પ્રથમ પ્રેશર કૂકરમાં બટાકા, પાણી અને થોડુ મીઠું નાખીને 4 સીટી વાગે ત્યાં સુધી બાફી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં કાશ્મીરી લાલ મરચું, મીઠું, લીંબુનો રસ, તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ- 3

હવે બાફેલા બટાકાની છાલ ઉતારી આ મિશ્રમાં ઉમેરીને બટેટા હળવા હાથે મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું, લસણની પેસ્ટ અને કોટ કરેલ બટેટા ઉમેરી મિક્સ કરી લો.

સ્ટેપ- 5

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી ભૂંગળા તળી લો અને બટાકાને ગોથમરી અને શીંગદાણાથી ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

EPFOના બે મોટો ફેરફારોથી હવે PF ક્લેઇમ પ્રોસેસ સરળ બનશે!