સેન્ડવીચ તો તમે લોકોએ ખાધી જ હશે, પરંતુ તમે ક્યારેય ઘુઘરા સેન્ડવીચ નહીં ખાધી હોય, ચાલો આજે ઘરે બનાવીએ અમદાવાદની ફેમસ ઘુઘરા સેન્ડવીચ.
બ્રેડના ટુકડા, કેપ્સિકમ, ડુંગળી, કોથમરી, કાળા મરી પાવડર, ચાટ મસાલો, મીઠું, પ્રોસેસ ચીઝ, લીલા મરચાં, આદુ,લીંબુ, ફુદીના, જીરું, મીઠું, ખાંડ.
સૌ પ્રથમ એક મિક્સરમાં કોથમરી, ફુદીના, લીલા મરચા, આદુ, લીંબુનો રસ, શેકલ જીરું, ખાંડ, ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો.
હવે એક બાઉલમાં ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ, કોથમરી, મરી પાઉડર, હળદર, ચાટ મસાલો, મીઠું ઉમેરીને મિક્સ કરી લો.
હવે બ્રેડની કિનારી કટ કરી બ્રેડ પર બટર અને ગ્રીન ચટણી લગાવીને સ્ટફિંગ ભરો.
હવે તેની પર ચીઝનું છીંણ ઉમેરીને ઉપર બીજી બ્રેડ કવર કરી સેન્ડવીચ ટોસ્ટમાં મુકીને શેકી લો.
હવે ઘુઘરા સેન્ડવીચ બહાર કાઢી છરી વડે ટુકડા કરી ચટણી સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.