Dal Bati Recipe: રાજસ્થાની સ્ટાઈલમાં ઘરે બનાવો દાલ બાટી


By Vanraj Dabhi15, Mar 2025 10:33 AMgujaratijagran.com

દાલ બાટી રેસીપી

દાલ બાટીએ રાજસ્થાનની પ્રખ્યાત વાનગી છે જે ઘઉંના લોટમાંથી તૈયાર અને ઘીમાં તળેલી દાલ બાટી સામાન્ય રીતે ડિનરમાં ખાવામાં આવે છે.

સામગ્રી

ઘઉંનો લોટ, સોજી, ઘી, મીઠું, દૂધ, વટાણા, જીરું, હિંગ, આદુ, ધાણા પાવડર, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, મીઠું,આમ ચૂરણ પાવડર.

સ્ટેપ-1

લોટ, સોજી, ઘી, મીઠું અને દૂધ મિક્સ કરીને એકદમ મસળી લોટ બાંધી લો અને તેને 15 મિનિટ ઢાંકી રાખો.

સ્ટેપ- 2

હવે ઘી ગરમ કરો અને તેમાં જીરું અને હિંગ ઉમેરીને હળવા હાથે મિક્સ કરી લો અને તેમાં આદુ ઉમેરો.

સ્ટેપ- 3

સહેજ બ્રાઉન થાય એટલે તેમાં વટાણા, ધાણાજીરું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, મીઠું અને આમ ચૂરણનો પાવડર ઉમેરો.

સ્ટેપ- 4

હવે તે નરમ થાય ત્યાં સુધી પકાવો અને પછી તેને થોડી વાર ઠંડુ થવા દો.

સ્ટેપ- 5

લોટમાંથી રોડલી જેમ વણીને તેમાં પૂરણ ભરીને ગોળ ગોળ બોલ બનાવી લો.

સ્ટેપ- 6

તેને પકાવવા માટે ઓવનમાં 375 ડિગ્રી પર 45 થી 50 મિનિટ માટે રાખો અને પછી 350 ડિગ્રી નીચા તાપમાને બ્રાઉન અને ક્રસ્ટી થાય ત્યાં સુધી બેક કરો.

સ્ટેપ- 7

હવે તેને બહાર કાઢો અને તેને ઘીમાં બોળી દો અને આ પછી સર્વિંગ ડીશમાં સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dry Kachori Recipe: જામનગરની પ્રખ્યાત સૂકી કચોરી બનાવવાની રીત