શિયાળામાં આમળા માર્કેટમાં જોવા મળતા હોય છ, દરેક લોકો આમળાનું અલગ અલગ રીતે સેવન કરે છે, તમે આમળાનું અથાણું ઘરે ટ્રાય કરો.
આમળા, હળદર, મીઠું, પાણી.
સૌ પ્રથમ એક બાઉલમાં પાણી ભરી આમળાને સારી રીતે ધોઈને સાફ કરી લો.
હવે છરી વડે આમળામાં ચેકા પાડી લો.
હવે એક બાઉલમાં આમળા લઈ તેની ઉપર મીઠું અને હળદર છાંટો 2 કલાક રેસ્ટ આપો.
હવે બરાબર હલાવીને મિક્સ કરીને એક કાચની બરણીમાં ભરો.
હવે બરણીમાં આમળા ઢંકાઈ તેટલું પાણી ભરીને 7 દિવસ રાખી મૂકો.
તૈયાર છે આથેલા આમળા, તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.