Masala Rotlo Recipe: કાઠિયાવાડી સ્ટાઇલ મસાલા રોટલા બનાવવાની રીત


By Vanraj Dabhi21, Nov 2024 11:49 AMgujaratijagran.com

કાઠિયાવાડી સ્ટાઇલ મસાલા રોટલા

ઘણા લોકોને સાંજે ડિનરમાં રોટલો ખાવો ગમતો હોય છે, તમે બાજરાનો સાદો રોટલો તો ખાધો જ હશે, આજે અમે તમને મસાલેદાર રોટલો બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

પાણી, હળદર, મીઠું, લસણની પેસ્ટ, પાલક, કથમરી, લીલા સરચા, બાજરાનો લોટ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક કથરોટમાં થોડું પાણી, મીઠું, હળદર ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે તેમાં ઝીણું સમારેલું પાલક, કોથમરી અને લીલા મરચાં નાખો.

સ્ટેપ-3

હવે તેમાં લસણની પેસ્ટ અને બાજરાનો લોટ ચાળીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લો.

સ્ટેપ-5

હવે ચૂલા પર માટીની તાવડી ગરમ કરો અને બાંધેલા લોટમાંથી રોટલો બનાવીને તાવડીમાં નાખો.

સ્ટેપ-6

રોટલાને બંને બાજુ સારી રીતે શેકીને ઉપર માખણ લગાવીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક - શેર કરજો અને યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આમળા અને કાચી હળદરનો સંભારો બનાવવાની રીત