Barfi Recipe: ફાટેલા  દૂધમાંથી સ્વાદિષ્ટ બરફી બનાવવાની રેસીપી


By Dimpal Goyal14, Sep 2025 10:52 AMgujaratijagran.com

બરફી

ફાટેલા દૂધને ફેંકી દેવાને બદલે, તમે તેનાથી અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. તેમાંથી એક બરફી છે. તેમાંથી બનેલી બરફીનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ચાલો આજે જાણીએ  ફાટેલા  દૂધમાંથી બરફી કેવી રીતે બનાવવી-

સામગ્રી

ફાટેલુ  દૂધ - 1 કિલો,  દૂધ પાવડર - 1 કપ , ખાંડ - 1-2 કપ, બટર - 2 ચમચી,  એલચી પાવડર - એક ચપટી,  કોકોનેટ  પાવડર - અડધો કપ, કાજુ અને બદામ - અડધો કપ (બારીક સમારેલું)

સ્ટેપ 1

સૌપ્રથમ ફાટેલા  દૂધને ગરમ કરો અને તેને ચમચાની મદદથી મિક્સ કરતા રહો. આંચ મધ્યમ રાખો.

સ્ટેપ 2

ધીમે ધીમે ફાટેલું દૂધ ઘટ્ટ થતું જશે. જ્યારે અડધું બાકી રહે, ત્યારે તેમાં દૂધનો પાવડર મિક્સ કરો .

સ્ટેપ 3

તેને એટલી સારી રીતે મિક્સ કરો કે કોઈ ગઠ્ઠો ન બને. પછી ખાંડ અને નારિયેળ પાવડર ઉમેરો અને મિક્સ કરો.

સ્ટેપ-4

હવે બારીક સમારેલા કાજુ અને બદામ ઉમેરો અને તેને પણ મિક્સ કરો. પછી એલચી પાવડર ઉમેરો અને મિક્સ કરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી મિક્સ કરતા રહો.

સ્ટેપ-5

હવે એક ટ્રે લો અને તેને ઘી થી ગ્રીસ કરો. હવે આ મિશ્રણને તેમાં કાઢી લો અને તેને ચમચીની મદદથી ફેલાવો.

સ્ટેપ-6

પછી તેને છરીની મદદથી ઇચ્છિત આકારમાં કાપી લો. ફાટેલા  દૂધની બરફી તૈયાર છે. તેને થોડીવાર માટે ફ્રીજમાં રાખો અને પછી પીરસો.

વાંચતા રહો

અવનવી વાનગીઓની રેસીપી જાણવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

ઘરે કન્ડેન્સ્ડ મિલ્ક કેવી રીતે બનાવવું