Bhajiya Recipe: ચોમાસામાં ઘરે ટ્રાય કરો ડુંગળીના ભજીયા


By Vanraj Dabhi11, May 2025 02:59 PMgujaratijagran.com

ડુંગળીના ભજીયા

વરસાદમાં ચા સાથે કઈક મસાલેદાર નાસ્તો કરવાની ખૂબ જ મજા આવે છે. તમે ડુંગળીના ક્રિસ્પી ભજીયા બનાવી શકો છો,નોંધી લો રેસિપી.

સામગ્રી

ડુંગળી, ચણાનો લોટ, લીલા મરચા, કોથમરી, અજમો, લાલ મરચું પાવડ, હળદર, મીઠું, તેલ.

સ્ટેપ-1

ક્રિસ્પી ડુંગળી ભજીયા બનાવવા માટે સૌથી પહેલા ડુંગળીને સમારીને એક વાસણમાં નાખીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-2

હવે તેમાં મીઠું, ધાણાજીરું, લીલું મરચું, અજમો, હળદર અને લાલ મરચું પાવડર નાખીને બરાબર મિક્સ કરો.

સ્ટેપ-3

હવે ચણાનો લોટ ઉમેરીને બધી સામગ્રી સાથે મિક્સ કરી અને એક કડાઈમાં તેલ ગરમ કરો.

સ્ટેપ-4

તેલ બરાબર ગરમ થાય એટલે ભજીયા બનાવીને તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીને એક વાસણમાં કાઢી લો.

સર્વ કરો

ડુંગળીના ક્રિસ્પી ભજીયા તૈયાર છે,તમે તેને સાંજના નાસ્તામાં ચા સાથે ગરમા-ગરમ સર્વ કરો.

Besan Chilla Recipe : ઘરે બનાવો ચણાનાં લોટનાં પરફેક્ટ પુડલા