ચણાના પુડલાએ એક ભારતીય સ્વાદિષ્ટ પુડલા છે, જે દરેક લોકોને ભાવે છે,તે દરેક રાજ્યમાં અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે, ચાલો જાણીએ તેને ઘરે બનાવવાની રીત.
અજમો, મેથીના પાન, કોથમીર, લીલું મરચું, ડુંગળી, ટામેટા, કેપ્સીકમ, શીંગો, ચણાનો લોટ, તેલ, મીઠું, દહીં, લાલ મરચું, હળદર, ધાણાજીરું.
એક બાઉલમાં કોથમરી અને અન્ય શાકભાજીને સારી રીતે સમારી લો.
એક મોટા બાઉલમાં દહીંને બીટ કરીને તેમાં ચણાનો લોટ ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી લો.
હવે તેમાં લાલ મરચું પાવડર,ધાણા પાવડર,હળદર,અજમો અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
હવે આ બેટરમાં બધા જ શાકભાજી નાખીને મિક્સ કરીને ઢાંકીને 10 મિનિટ માટે સેટ થવા દો.
હવે એક તવાને ગરમ કરી તેના પર 1 ચમચી તેલ લગાવીને તેના પર રોટલીની જેમ બેટર ફેલાવીને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવો.
તૈયાર છે ચણાના લોટના પુડલા, ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.