મહાશિવરાત્રી પર ભાંગનું ખાસ મહત્વ હોય છે, તમે ઘરે ભાંગ બનાવવા માંગતા હોવ તો આ રેસીપી તમને ઉપયોગી થશે.
ફુલ ક્રીમ વાળું દૂધ, વરિયાળી, તરબૂચના બીજ, નાગરવેલના પાન, કાજુ-બદામ, ખસખસ, એલચી પાવડર, કેસર દોરા, ખાંડ પાવડર, કાળા મરી, સુકા ગુલાબની પાંખડીઓ.
સૌથી પહેલા ડ્રાય ફ્રુટ્સ અને વરિયાળીને પલાળી દો.
હવે એક પેનમાં દૂધ ગરમ કરવા મૂકો અને એક મિક્સર જારમાં તમામ સામગ્રી નાખીને પીસી લો.
હવે ગરમ દૂધમાં કેસરના દોરા,ખાંડ,તૈયાર કરેલી સામગ્રીની પેસ્ટ ઉમેરો.
થોડીવાર ગરમ કરીને પછી તેને ઠંડુ થવા દો અને નાગર વેલના પાનના ટુકડા કરી લો.
તૈયાર છે આપણી મહાશિવરાત્રી સ્પેશિયલ ભાંગ, તમે શિવરાત્રી પર ઘરે ટ્રાય કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.