Chaas Masala Recipe: ઉનાળામાં ઘરે જ બનાવો છાશનો મસાલો


By Vanraj Dabhi25, Mar 2025 10:47 AMgujaratijagran.com

છાશનું સેવન

છાશને ઉનાળાનું અમૃત કહેવાય છે અને ગુજરાતીઓના ભોજનમાં છાશ તો હોય છે. ત્યારે ઉનાળામાં ઘણા લોકો મસાલા છાસ પીતા હોય છે.

છાશનો મસાલો

છાશમાં પણ જો ટેસ્ટી મસાલો નાખેલો હોય તો તેની સ્વાદ વધી જાય છે. આજે અમે તમને છાશનો મસાલો બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

કોથમરી, ફુદીનાના પાન, મીઠો લીમડો, આખું જીરું, સુકા ધાણા, મરી, સંચર

સ્ટેપ-1

સૌ પ્રથમ કોથમરી, મીઠો લીમડો અને ફુદીનાના પાન લઇને તેને એક બે દિવસ સુકવણી કરો.

સ્ટેપ-2

હવે આ બધા પાનને એક પછી એક મિક્સરમાં નાખીને પાઉડર બનાવી લો.

સ્ટેપ-3

હવે એક ગેસની ધીમી આંચ પર સુકા ધાણા, જીરુ અને મરીને થોડીવાર શેકી લો અને પછી તેને ઠંડા થવા દો.

સ્ટેપ-4

આ પછી બધા મસાલા મિક્સરમાં ક્રસ કરી લો. આ પછી બધા મસાલા એક મોટો વાસણમાં ધાણા, મીઠો લીમડો અને ફુદીના પાઉડર પણ નાખી મિક્સ કરી દો.

સર્વ કરો

તૈયાર છે છાશનો ટેસ્ટી મસાલો, તમે છાશમાં નાખીને પી શકો છો. આ મસાલો લાંબો સમય સુધી સારો રહેશે.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુે રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Nimbu Pudina Sharbat: ઉનાળામાં ઘરે બનાવો લીંબુ ફુદીનાનું શરબત