Nimbu Pudina Sharbat: ઉનાળામાં ઘરે બનાવો લીંબુ ફુદીનાનું શરબત


By Vanraj Dabhi25, Mar 2025 10:24 AMgujaratijagran.com

લીંબુ ફુદીનાનું શરબત

દરેક લોકો ઉનાળામાં ઠંડા પીણા પીવાનું પસંદ કરતા હોય છે, આજે અમે તમને ઘરે લીંબુ ફુદીનું શરબત બનાવવાની રેસીપી જણાવીશું.

સામગ્રી

લીંબુ, ફુદીનો, ખાંડ, સંચળ પાઉડર, મીઠું, શેકેલ જીરું, ગ્રીન ફ્રુટ્સ કલર, પાણી, બરફના ટુકડા.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક મિક્સર જારમાં ફુદીનો અને બરફના ટુકડા નાખીને પીસી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં ખાંડ અને પાણી ઉમેરીને ઓગાળી લો.

સ્ટેપ-3

હવે તેમાં પીસેલી ફુદીનાની પેસ્ટ ઉમેરીને મિક્સ કરીને ચાસણી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળી લો.

સ્ટેપ-4

હવે તેમાં સંચળ પાઉડર,મીઠું,શેકેલ જીરું,ગ્રીન ફ્રુટ્સ કલર ઉમેરીને મિક્સ કરીને એક બાઉલમાં ગરણી વડે ગાળી લો.

સર્વ કરો

હવે તેમાં લીંબનો રસ ઉમેરીને મિક્સ કરી સર્વિસિંગ ગ્લાસમાં નાખી તેમાં બરફના ટુકડા અને પાણી ઉમેરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઈનકમ ટેક્સ બચાવવા માટે પોસ્ટ ઓફિસની આ બચત યોજનામાં રોકાણ કરો