Carrot Burfi Recipe: ગાજરની બરફી બનાવવાની પરફેક્ટ રીત


By Vanraj Dabhi17, Jan 2025 11:48 AMgujaratijagran.com

ગાજરની બરફી

બરફી તો તમે ઘણી પ્રકારની બરફી ખાધી હશે,આજે અમે તમને ગાજરની બરફી બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

ઘી, ચણાનો લોટ, ગાજર, દૂધ, કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, ખાંડ, ઈલાયચી પાવડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ ગાજરને ખમણી વડે છીણી લો.

સ્ટેપ-2

હવે એક પ્રેશર કૂકરમાં ઘી ગરમ કરી તેમાં ચણાનો લોટ નાખીને હળવો શેકી લો.

સ્ટેપ-3

હવે તેમાં ગાજરનું છીણ નાખીને મિક્સ કરીને 2 સીટી વાગે ત્યાં સુધી પકાવી લો.

સ્ટેપ-4

હવે તેમાં ખાંડ, દૂધ, કાજુ, બદામ, પિસ્તા, અખરોટ ઉમેરીને મિક્સ કરી એક પ્લેટમાં કાઢી લો.

સ્ટેપ-5

હવે બરફીને છરી વડે ટુકડા કરી ઉપર કાજુ ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dal Pakwan Recipe: દાળ પકવાન બનાવવાની પરફેક્ટ રીત