નવરાત્રીના ઉપવાસમાં ઘરે બનાવો આ સ્વાદિષ્ટ કાકડીની ખીર


By Vanraj Dabhi03, Apr 2025 10:21 AMgujaratijagran.com

નવરાત્રીમાં ઉપવાસ

હિન્દુ ધર્મમાં લોકો નવરાત્રીમાં ઉપવાસ રાખે છે. આ 9 દિવસના ઉપવાસ દરમિયાન વિવિધ પ્રકારના ફળોના ભોજન તૈયાર કરવામાં આવે છે.

કાકડીની ખીર

આજે અમે તમારી સાથે કાકડીમાંથી બનેલા સ્વાદિષ્ટ હલવાની રેસીપી શેર કરીશું. ઉપવાસ દરમિયાન તેને બનાવવું ખૂબ જ સરળ છે.

સામગ્રી

કાકડી, દૂધ, માવો, ઘી, ખાંડ અથવા ગોળ, એલચી પાઉડર, બદામ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક કાકડીને ધોઈ પછી તેની છોલ ઉતારીને છીણી લો. આ પછી એક સુતરાઉ કાપડમાં આ છીણ નાખો અને પાણી નિચોવી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં માવો ઉમેરીને તે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

સ્ટેપ-3

હવે તે જ પેનમાં ઘીને ગરમ કરો અને તેમાં કાકડી ઉમેરો અને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકીને તેમાં ઉકાળેલું દૂધ ઉમેરો અને ધીમા તાપે પકાવો.

સ્ટેપ-4

દૂધ ઘટ્ટ થાય એટલે તેમાં શેકેલો માવો, સમારેલા ડ્રાયફ્રૂ્ટ્સ અને ખાંડ કે ગોળ ઉમેરો અને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે કાકડીનો હલવો, તમે એલચી પાવડર અને કાજુ-પિસ્તાથી ગર્નિશ કરી શકો છો.

જાડી કે પાતળી કઈ રોટલી છે લાભદાયક તે જાણો