મોટાભાગે દર વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનાના બીજા વીકમાં શરૂ થતી હોય છે.
વર્ષે 2025માં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 15 દિવસ વહેલા એટલે કે ફેબ્રુઆરીમાં શરૂ થઈ રહી છે.
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે, ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી શકાય.
GSEB અને CBSE પરીક્ષાઓ એકસાથે લેવાય તે માટે આ નિર્ણય લેવાયો.
વિદ્યાર્થીઓનો અમુલ્ય સમય વેડફ્યા વગર પરીક્ષા, એડમિશન અને વેકેશન એક જ સમયે કરવા અંગે નિર્ણય કરાયો.
બીજા રાજ્યમાં એડમિશન બાદ એડવાન્સ ફી નહીં ચૂકવવી પડે.
વિદેશી યુનિવર્સિટી સાથે શૈક્ષણિક સત્ર શરૂ કરી શકાય તે અંગે નિર્ણય.
આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડશે.
વહેલી પરીક્ષાને કારણે પરિણામ પ્રક્રિયા ઝડપી થશે જેના કારણે શિક્ષકો અને મૂલ્યાંકનકારોને વધુ કાર્યભારનો સામનો કરવો પડશે.
હવેલી પરીક્ષાને કારણે અમુક વિદ્યાર્થીઓને શાળા અભ્યાસક્રમ પૂર્ણ કરવા અને બોર્ડ પરીક્ષાઓ વચ્ચે તૈયારી કરવાનો સમય ઓછો મળશે.
શિક્ષણ બંધીત વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.