Dry Kachori Recipe: જામનગરની પ્રખ્યાત સૂકી કચોરી બનાવવાની રીત


By Vanraj Dabhi15, Mar 2025 10:08 AMgujaratijagran.com

જામનગરની સૂકી કચોરી

સૂકી કચોરી એ એક લાજવાબ સૂકો નાસ્તો છે જે સામાન્ય કચોરીઓથી અલગ હોય છે, તેને થોડા અઠવાડિયા કે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે.

સામગ્રી

મેંદો, તેલ, ચવાણું , ખજૂર-આમલીની ચટણી, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, ધાણાજીરું પાઉડર, વરિયાળી, ખસખસ, કાજુ, કિસમિસ, બદામ, દળેલી ખાંડ, મીઠું.

સ્ટેપ-1

સૌ પ્રથમ ચવાણાને મિક્સરમા નાખીને એકદમ બારીક ભૂકો કરી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં થોડું તેલ ગરમ કરી તેમાં ચવાણું અને બધા જ ડ્રાયફ્રુટ મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી શેકી લો.

સ્ટેપ-3

હવે આ મિશ્રણમાં દળેલી ખાંડ, મીઠું અને ખજૂર-આંબલીની ચટણી ઉમેરો.

સ્ટેપ-4

હવે એક વાસણમાં મેંદો, મીઠું અને જરૂર પ્રમાણેનું તેલ ઉમેરી એકદમ કડક લોટ બાંધી લો.

સ્ટેપ-5

હવે તૈયાર કરેલ મિશ્રણમાંથી થોડો થોડો મસાલો ભરીને કચોરી બનાવી લો.

સ્ટેપ-6

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં કચોરી તળી લો.

સર્વ કરો

તૈયાર છે સૂકી કચોરી, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Sev Usal Recipe: વડોદરાનુ ફેમસ મહાકાળી સેવ ઉસળ બનાવવાની રીત