આમળામાં રહેલા પોષક તત્વો સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આમળાનું સેવન તમે ઘણી રીતે કરી શકો છો. ચાલો જાણીએ આમળામાંથી બનેલી ટેસ્ટી અને હેલ્ધી રેસિપીને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.
આમળામાં વિટામિન સી, એન્ટીઑકિસડન્ટ, ફાઇબર અને ઘણા ખનિજો ભરપૂર માત્રામાં હોય છે.
એક પેનમાં બે ગ્લાસ પાણી તેમાં આમળા ગરમ કરી તેને છીણી લો અને પછી આદુ અને થોડું પાણી સાથે બ્લેન્ડરમાં પીસી પછી તેને ગાળીને પીવો.
સૌથી પહેલા આમળાને સમારી તેના બીજ કાઢીને એક મિક્સરમાં આમળા, લીલા મરચાં, આદુ, જીરું, આખા ધાણા, ધાણાજીરું, મીઠું અને પાણી નાખીને પીસીને ચટણી તૈયાર કરો.
સૌથી પહેલા આમળાને કટ કરી પાણીમાં ઉકળીને નરમ થાય એટલે તેમાંથી બીજ કાઢી લો. હવે એક તપેલીમાં પાણીમાં ખાંડ કે ગોળ નાખીને ચાસણી બનાવી તેમાં આમળા નાખીને થોડી વાર પકાવો, તૈયાર છે આમળા મુરબ્બા.
આમળાને ખમણી પછી હળદર, મીઠું નાખી મિકસ કરી પંખા નીચે કપડામા સુકવીને મુખવાસ તૈયાર કરો.
આમળામાંને ગરમ પાણીમાં ઉકાળી પછી તેના બીજ કાઢી તેને ખાંડની ચાસણીમાં પલાળીને સૂકવી કેન્ડી બનાવી લો.
આમળાને ગરમ પાણીમાં ઉકાળી તેના બીજ કાઢી પછી હળદર, મીઠું, મિક્સ કરીને બરણીમાં ભરીને આથેલા આમળા બનાવી શકો છો.
આમળા, મીઠું, મરચું, તેલ, રાઈના કુરીયા, હિંગ અને હળદર નાખીને તમે આમળાનું ટેસ્ટી અથાણું ઘરે બનાવી શકો છો.
રેસીપી ગમે તો શિયાળામાં તમે ટ્રાય કરી શકો છો અને આવી વધુ વાનગીઓ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.