દૂધીનો ઇન્સ્ટન્ટ હાંડવો ઘરે કેવી રીતે બનાવવો તેની રેસિપી ગુજરાતી જાગરણ અહીં જણાવશે.
આરોગ્યની દ્રષ્ટીએ દૂધી ઘણી લાભદાયી છે. શાક ન ભાવે પણ હાંડવામાં તમને જરૂર ભાવશે.
દૂધી, ચણાનો લોટ, સોજી, દહીં, હળદર, લાલ મરચું પાવડર, મીઠું , હિંગ, આદું , લીલા મરચા, કોથમીરી, તેલ, તલ.
સૌ પ્રથમ ચણાનો લોટ, સોજી, દહીં અને પાણી ઉમેરી બેટર તૈયાર કરી 20 મિનિટ માટે રેસ્ટ આપો.
પછી તેમા ખમણેલી દૂધી ઉમેરો. આદુ મરચાની પેસ્ટ, લાલ મરચું પાવડર, મીઠું, ધાણાજીરું, હળદર, હીંગ, ખાંડ અને તેલ ઉમેરી મિક્સ કરો.
હવે સમારેલી કોથમરી ઉમેરી મિક્સ કરો. પછી ઈનો અને થોડી પાણી ઉમેરી બેટર મિક્સ કરો.
હવે પેનમાં તેલ ગરમ કરી તેમા રાઈ, સફેદ તલ, પછી તેમા હાંડવાનું ખીરું પાથરી દો. અને ઢાંકીને પાકવા દો.
ઉપરથી તલ ઉમેરો. ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઉતારી ચટણી સાથે સર્વ કરો.