પરાઠાની વિવિધ રેસીપી તમે ટ્રાય કરી હશે, આજે અમે તમને આલુ પાલક પરાઠા બનાવવાની રીત જણાવીશું.
પાલકના પાન,બાફેલા બટાકા,લસણ, ધાણા જીરું,લાલ મરચું પાઉડર, હળદર, ઘઉંનો લોટ, દહીં, તેલ, મીઠું.
સૌ પ્રથમ બટાકાને બાફી તેની છાલ ઉતારી મેશ કરી લો અને પાલકના પાનની પ્યુરી બનાવી લો.
એક બાઉલ ઘઉંનો લોટ, છૂંદેલા બટાકા, પાલકની પ્યુરી, બધા પીસેલા મસાલા, તેલ અને મીઠું ઉમેરો.
હવે તેમાં દહીં અને થોડુ થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો.
હવે લોટમાંથી લૂઆ બનાવો અને સૂકા લોટમાં ડસ્ટ કરી રોટલી જેમ પરાઠા બનાવો.
હવે પરાઠાને ગરમ તવા પર તેલ અથવા ઘી વડે શેકી લો.
તૈયાર છે આલૂ પાલક પરાઠા, તમે તેને કેરીના અથાણા અથવા દહીં કે માખણ સાથે ગરમાગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.