Sugar Side Effects: વધુ પડતી સુગર શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?


By Sanket M Parekh15, Sep 2025 04:21 PMgujaratijagran.com

સુગર ખાવાના નુકસાન

આજકાલ ડાયાબિટીસના દર્દીઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. રસોઈમાં સુગર નાંખવાથી સ્વાદ વધી જતાં લોકોને જમવાનું ખૂબ જ ભાવે છે. જો કે વધારે પ્રમાણમાં ખાંડ ખાવામાં આવે, તો તેનાથી શરીરને ગંભીર નુકસાન થઈ શકે છે.

વજન વધવું

વધુ ખાંડ ખાવાથી વજન વધે છે, કારણ કે તેમાં નરી કેલરી હોય છે, જે શરીરને એનર્જી આપતી નથી અને ફેટ વધારે છે.

ડાયાબટીસનો ખતરો

વધુ પડતી ખાંડ ખાવાથી ડાયાબિટીસનો ખતરો વધે છે. તે શરીરની ઇન્સ્યુલિન પ્રતિકારક ક્ષમતાને ખૂબ અસર કરે છે

દાંતની સમસ્યા

જરૂર કરતાં વધુ ખાંડ ખાવાથી દાંતમાં સડો સહિત અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. આ સાથે જ તે દાંતને નબળા પાડે છે

હાર્ટ સબંધિત સમસ્યા

ખાંડનું વધુ પડતું સેવન કરવાથી લોકોને હૃદય સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. ખાંડ શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને તેજ કરે છે, જેનાથી હૃદય રોગ થાય છે.

એનર્જીની કમી

વધુ ખાંડ ખાવાથી એનર્જીની કમી થઈ શકે છે, કારણ કે તે બ્લડમાં સુગરના લેવલને ઝડપથી વધારે છે અને પછી તેને ઘટાડી દે છે

સ્કિનની સમસ્યાઓ

વધુ પડતી ખાંડ ખાવાથી સ્કિન પર ખીલ સહિત અન્ય સમસ્યાઓ થઈ શકે છે, કારણ કે તે શરીરમાં સોજાને પ્રોત્સાહન આપે છે

મેન્ટલ હેલ્થ

વધુ પડતી ખાંડ ખાવાથી માનસિક સ્વાસ્થ્ય પર વિપરિત અસર થઈ શકે છે. જેમ કે ડિપ્રેશન અને સ્ટ્રેસનો ખતરો વધી જાય છે.

Late Night Sleep: રાતે મોડા સૂવાથી સ્વાસ્થ્યને થશે 7 ગંભીર નુકસાન