પાચન સુધારે: ફાઈબરથી ભરપૂર, કબજિયાત અને પાચન સમસ્યાઓમાં રાહત આપે. વજન ઘટાડે: ઓછી કેલરી અને પાણીનું પ્રમાણ વધુ, વજન નિયંત્રણમાં મદદ કરે. હૃદય માટે ફાયદાકારક: પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ્સ બ્લડ પ્રેશર નિયંત્રિત કરે. શરીરને હાઇડ્રેટ રાખે: 90% પાણી હોવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર કરે. ત્વચા અને વાળ માટે લાભદાયી: વિટામિન C અને એન્ટીઑકિસડન્ટ્સ ત્વચાને સ્વસ્થ રાખે. ડાયાબિટીસ નિયંત્રણ કરે છે.
આમ તો દૂધી ઘણાને ભાવતી હોતી નથી. પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ દૂધીના ઘણા લાભ છે. ગુજરાતી જાગરણની આ રેસિપીથી બનેલું શાક જોઈને ખાનારને મોઢામાં પાણી આવી જશે. તો ચાલો બનાવીએ દૂધી-દાળનું શાક.
1 નાની દૂધી (છીલીને ઝીણી સમારેલી), 1/2 કપ ચણાની દાળ (ધોયેલી), 1 ટામેટું (સમારેલું), 1 ચમચી આદુ-લસણની પેસ્ટ, 1 ચમચી જીરું, 1/2 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરું પાવડર, 2 ચમચી તેલ, મીઠું સ્વાદ મુજબ, 1 ચમચી લીંબુનો રસ, કોથમીર (સજાવટ માટે).
ચણાની દાળને 2-3 વખત પાણીથી ધોઈ, પ્રેશર કૂકરમાં 2 કપ પાણી સાથે 3-4 સીટી વગાડી રાંધો. તમે 3 કલાક અગાઉ દાળને પલાળી પણ શકો છો.
દૂધીને ધોઈ, છીલીને ઝીણી સમારો.
એક કઢાઈમાં કે કૂકરમાં તેલ ગરમ કરો. જીરું ઉમેરો, પછી આદુ-લસણની પેસ્ટ અને ટમેટું નાખી 2 મિનિટ સાંતળો.
હળદર, લાલ મરચું, ધાણાજીરું પાવડર અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો. ધાણાજીરું થોડું વધારે ઉમેરવું જેથી ગ્રેવી સરસ બને.
સમારેલી દૂધી ઉમેરો, 1/4 કપ પાણી નાખી, ઢાંકીને 5-7 મિનિટ ધીમા તાપે રાંધો જ્યાં સુધી દૂધી નરમ થાય..
લીંબુનો રસ ઉમેરો, કોથમીરથી સજાવો અને ગરમ રોટલી કે ભાત સાથે દૂધી- દાળનું શાક પીરસો.