ધીમે-ધીમે હાર્ટ એટેક એક ગંભીર સમસ્યા બનતી જઈ રહી છે, જે ક્યારેય પણ ક્યાંય પણ આવી શકે છે. જો તમે તેના સંકેતોની સમયસર ઓળખીને સારવાર મેળવો, તો તમારો જીવ બચી શકે છે. તો ચાલો તેના સંકેતો વિશે જાણીએ...
છાતીમાં દુખાવો હ્રદય રોગનો સૌથી સામાન્ય સંકેત છે. જેમાં દુખાવા સાથે તમારી છાતી ભારે લાગવી અને દબાણ જેવો અહેસાસ થતો રહે છે.
જો તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય અને સાથે જ તમને લાગે કે, તમારા શ્વાસ ઝડપથી ચાલી રહ્યા છે, તો તે પણ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.
કેટલાક લોકોમાં હાર્ટ એટેક દરમિયાન પેટમાં દુખાવો અથવા ઉલ્ટી થતી હોય તેવું લાગે છે. તમારે આ લક્ષણ જોઈને પરિસ્થિતિને અવગણવી જોઈએ નહીં.
હાર્ટ એટેક સાથે સંકળાયેલો દુખાવો સામાન્ય રીતે છાતીમાંથી હાથ , ગરદન, જડબા અને ધીમે ધીમે પીઠ સુધી ફેલાય છે. જેને સામાન્ય સંકેતોમાંથી એક માનવામાં આવે છે
હાર્ટ એટેકમાં બેહોશ થવું અને ચક્કર આવવા નોર્મલ સમસ્યા પૈકી એક છે. જો તમને પણ કોઈ કારણ વિના ચક્કર આવતા હોય, તો તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.
હાર્ટ એટેક દરમિયાન જરૂર કરતાં વધુ પરસેવો વળવો એ એક સામાન્ય લક્ષણ છે. જો વધારે પરસેવા સાથે તમે ઠંડી પણ અનુભવી રહ્યા હોવ, તો આ સ્થિતિને ગંભીરતાથી લેવી જોઈએ.